આ કાર્યક્રમમાં ખોડિયાર FPOમાંથી ડી.કે. રથવી અને જયંતિભાઈ પ્રજાપતિ આત્મા માંથી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામીણ ખેડૂત ભાઈઓ અને બહેનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત દ્વારા સંસ્થાના પરિચયથી કરવામાં આવી હતી. ત્યારબાદ ખોડિયાર FPOના પ્રતિનિધિ ડી.કે. રથવી દ્વારા આજની કાર્યશાળાનો મુખ્ય હેતુ ‘સારી કૃષિ પદ્ધતિ’ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ખેતીમાં કુદરતી સંસાધનોના સંતુલન વિશે ચર્ચા કરી હતી.

ત્યાર બાદ જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે જેવા કે ઘઉં, જીરું, મગ વગરે ની માર્કેટના ભાવ સારો મળે તેની પણ વાત કરવામાં આવી હતી

૨. ગાય, ગામડું અને પ્રાકૃતિક ખેતી:

કાર્યક્રમમાં ‘ગાય, ગામડું અને ખેતી’ વચ્ચેના ગાઢ સંબંધ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રાકૃતિક ખેતી એટલે જમીન, પાણી, પર્યાવરણ અને જીવસૃષ્ટિને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વગર કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને પાક ઉગાડવાની ટકાઉ પદ્ધતિ છે. તેમાં રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોનો ઉપયોગ સંપૂર્ણપણે ઘટાડીને કે ટાળીને, સ્થાનિક સ્તરે ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરાય છે.

પ્રાકૃતિક ખેતીના મુખ્ય આધાર દ્વારા માર્ગદર્શન. જયંતી ભાઈ પ્રજાપતિ દ્રારા

જીવામૃત અને ઘનજીવામૃત જેવા જૈવિક ઘટકોનો જમીનની ફળદ્રુપતા વધારવા માટે ઉપયોગ કરવો.

ખેતીમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્રનો પાયાના તરીકે યોગ્ય ઉપયોગ કરવો.જમીનની અંદર રહેલા મિત્ર સૂક્ષ્મજીવોની સક્રિયતામાં વધારો કરવો જેથી જમીન ફળદ્રુપ બને.

પાકના અવશેષો અને સૂકા પાંદડા દ્વારા જમીનમાં ‘મલ્ચિંગ’ (આચ્છાદન)કરવું જેથી ભેજ જળવાઈ રહે.

ખેતરમાં મિશ્ર પાક અને આંતરપાક પદ્ધતિ અપનાવીને જમીનની કુદરતી ફળદ્રુપતા ટકાવી રાખવી.

ખેતીમાં પાણીનો કરકસરપૂર્વક અને યોગ્ય ઉપયોગ કરવો.

રાસાયણિક દવાઓ અને મોંઘા ખાતરો પરની નિર્ભરતા ઘટાડી આત્મનિર્ભર બનવું.

ઝેરમુક્ત શાકભાજીનું ઉત્પાદન અને સ્વાસ્થ્ય જયંતિભાઈદ્વારામાર્ગદર્શન

જયંતિભાઈ દ્વારા ઝેરમુક્ત શાકભાજી ઉગાડવા અંગે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાકભાજીના ઉત્પાદન દરમિયાન માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન કરતા હાનિકારક રસાયણોનો બિનજરૂરી છંટકાવ ન કરવો જોઈએ. પારિવારિક પોષણ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે ખેડૂતો પોતાના ઘરમાં કે વાડીમાં ઝેરમુક્ત શાકભાજી જાતે ઉગાડે અને શુદ્ધ ખોરાક અપનાવે તે અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી

અશોક ભાઈ,પ્રવીણ ભાઈ અને નસીમ બેન પણ હાજર રહ્યા હતા

The Gujarat Live News અહેવાલ દેવાભાઈ સંખેશ્વર 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!