એલ.સી.બી. પાટણની કાર્યવાહી: રૂ.3.42 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપી ઝડપાયા, 2 આરોપીઓની શોધખોળ ચાલુ

સમી ખાતે વેદ ઇન્ડેન ગેસ એજન્સીના ટ્રકમાંથી ગેસ સિલિન્ડરોની ચોરીના ગુનાનો એલ.સી.બી. પાટણ દ્વારા ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.3.42 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, તા.5 સપ્ટેમ્બરની રાત્રે આશરે 9 વાગ્યાથી તા.6 સપ્ટેમ્બરની સવારે 7 વાગ્યા દરમિયાન સમી ધરતી હોટલ નજીક જલાલાબાદ રોડ પર આવેલા વેદ ઇન્ડેન ગેસ એજન્સીના ગોડાઉન બહાર પાર્ક કરાયેલા ટાટા ટ્રકમાંથી લોક તોડી અને લોખંડની એંગલ મરડીને ઇન્ડેન કંપનીના 14 કિલોગ્રામના ભરેલા ઘરેલુ ગેસ સિલિન્ડર કુલ 12 નંગ ચોરી કરવામાં આવ્યા હતા.

આ મામલે સમી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ એલ.સી.બી. પાટણની ટીમે ટેકનિકલ વર્કઆઉટ તથા બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને ચોરીના 12 ગેસ સિલિન્ડર તથા ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સી.એન.જી. રિક્ષા સહિત કુલ રૂ.3,42,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પકડાયેલા આરોપીઓ:

1. અશદ અબ્દુલજબ્બાર ઇબ્રાહીમ સૈયદ, રહે. નહેરુચોક, સમી

2. અબ્દુલરઝાક યાસીન મયુદ્દીન સૈયદ, રહે. નહેરુચોક, સમી

3. ઇરફાન ઇસ્માઇલ ગફુર સૈયદ, રહે. નહેરુચોક, સમી

પોલીસે જણાવ્યું છે કે આ ગુનામાં સંડોવાયેલા વધુ બે આરોપીઓ યાસર સૈયદ અને ઇબ્રાહીમ મોલેસલામ, બંને રહે. સમી, હાલ ફરાર છે અને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

કબજે કરાયેલ મુદ્દામાલ:

ઇન્ડેન કંપનીના ઘરેલુ ગેસ સિલિન્ડર – 12 નંગ: રૂ.42,000

સી.એન.જી. રિક્ષા: રૂ.3,00,000

કુલ મુદ્દામાલ: રૂ.3,42,000

આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ, એલ.સી.બી. પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરની દેખરેખમાં હાથ ધરવામાં આવી હતી.

ઝડપી કાર્યવાહીથી મિલ્કત સંબંધી ગુનાનો ભેદ ઉકેલાતા પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે. સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી માટે આરોપીઓને સમી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!