ICDS વિભાગ, રિલાયન્સ ફાઉન્ડેશન અને કોહેજન ફાઉન્ડેશનના સહયોગથી તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

 

વારાહી તાલુકામાં આજરોજ પોષણ માસ અંતર્ગત તાલુકા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ICDS વિભાગ અને રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી કોહેજન ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ આંગણવાડી સાથે સંકળાયેલી બહેનો ઉપસ્થિત રહી હતી.

કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી કુલદીપસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ શ્રી શક્તિસિંહ જાડેજા, તાલુકા આરોગ્ય વિભાગના ડો. ભરતભાઈ, CDPO દક્ષાબેન પટેલ તથા મુખ્ય સેવિકા કમળાબેન કટારા સહિત ICDS વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

તાલુકાની વિવિધ આંગણવાડી કેન્દ્રોની કાર્યકરો અને તેડાગર બહેનો તેમજ સખી મંડળની બહેનોએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કોહેજન ફાઉન્ડેશન તરફથી ભાવનાબેન ઠાકોર અને ભરતભાઈ રાવળ ઉપસ્થિત રહ્યા હતા.

પોષણ માસની ઉજવણી અંતર્ગત બાળકો, મહિલાઓ અને પરિવારના સ્વાસ્થ્ય માટે સંતુલિત આહાર તથા યોગ્ય પોષણના મહત્વ અંગે જાગૃતિ લાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આંગણવાડી કેન્દ્રો દ્વારા પોષણ અને આરોગ્યને લગતી વિવિધ સેવાઓ અંગે પણ ઉપસ્થિતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન અધિકારીઓ અને સંસ્થાના પ્રતિનિધિઓએ પોષણને માત્ર એક અભિયાન પૂરતું ન રાખી તેને દૈનિક જીવનનો હિસ્સો બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો તથા સખી મંડળની બહેનોની ઉપસ્થિતિથી કાર્યક્રમને સફળતા મળી હતી.

The Gujarat Live News અહેવાલ રમીલાબેન પરમાર સાંતલપુર 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!