સાતલપુર તાલુકા ના વારાહી માર્કેટ યાર્ડની ચૂંટણીને લઈને બુધવારે મતદાનનો પ્રારંભ થયો છે. માર્કેટ યાર્ડની કુલ 16 બેઠકોમાંથી 6 બેઠકો બિનહરીફ થતાં હવે બાકીની 10 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે.

આ 10 બેઠકો માટે કુલ 14 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, જ્યારે 421 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. મતદાન શરૂ થતાં જ ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.

10 બેઠકો માટે 14 ઉમેદવારો વચ્ચે મુકાબલો
બિનહરીફ થયેલી 6 બેઠકો બાદ હવે ચૂંટણીનું મુખ્ય ધ્યાન બાકીની 10 બેઠકો પર કેન્દ્રિત થયું છે. ઉમેદવારો દ્વારા મતદારોનો સંપર્ક કરી પોતાના પક્ષમાં મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. હવે મતદારો કોના પક્ષમાં જનાદેશ આપે છે તેના પર સૌની નજર છે.
421 મતદારોનો જનાદેશ
આ ચૂંટણીમાં કુલ 421 મતદારો મતદાન કરીને 10 બેઠકો માટે પોતાના પ્રતિનિધિઓ પસંદ કરશે. મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવશે. પરિણામ જાહેર થયા બાદ વારાહી માર્કેટ યાર્ડની ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.
હવે જોવાનું એ રહેશે કે 10 બેઠકો પર મતદારો કોને પસંદ કરે છે અને કયા ઉમેદવારો વિજયનો ઝંડો લહેરાવે છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
