પોલીસના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન પદ્મકુટિર સોસાયટીની મુલાકાતે રેન્જ IG: સ્થાનિક આગેવાનો દ્વારા સુરક્ષા અને CCTV સહિતના પ્રશ્નોની રજૂઆત

પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રીમતી પરીક્ષિતા રાઠોડ પાટણની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન પદ્મકુટિર સોસાયટી ખાતે સ્થાનિક આગેવાનો, રહેવાસીઓ અને અનુસૂચિત જાતિ સમાજના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમ દરમિયાન મેડિકલ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી સમાજનું ગૌરવ વધારનાર અનુસૂચિત જાતિ સમાજના 13 ડોક્ટર દીકરા-દીકરીઓનું રેન્જ IG શ્રીમતી પરીક્ષિતા રાઠોડના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે IG શ્રીમતી રાઠોડે ડોક્ટરોને અભિનંદન પાઠવી સમાજના વિકાસ અને નવી પેઢીને પ્રેરણા આપવામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું.

કાર્યક્રમમાં પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાયી તથા DYSP શ્રી પરેશ રેણુકા સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પદ્મકુટિર સોસાયટીના પ્રમુખ શ્રી ભરતભાઈ વાણીયા, મંત્રી શ્રી રમેશભાઈ પરમાર તથા આસપાસની સોસાયટીઓના પ્રતિનિધિઓ દ્વારા પોલીસ અધિકારીઓનું બુકે અને શાલ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

રેન્જ IGની મુલાકાત દરમિયાન સ્થાનિક રહેવાસીઓ અને આગેવાનો દ્વારા વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા તથા CCTV કેમેરા લગાવવા સહિતના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો પોલીસ અધિકારીઓ સમક્ષ કરવામાં આવી હતી. રેન્જ IG શ્રીમતી પરીક્ષિતા રાઠોડે સ્થાનિકોની રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી યોગ્ય સ્તરે જરૂરી કાર્યવાહી કરવા અંગે હકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમના આયોજનમાં પદ્મકુટિર સોસાયટીના રહેવાસીઓ શ્રી મુકેશભાઈ પરમાર, કિરણભાઈ, અતુલભાઈ, હેમંતભાઈ અઢીયોલ, ધ્રુવ, પ્રદીપભાઈ, રાહુલભાઈ, નરેશભાઈ, જીતુભાઈ, નીરવભાઈ વાણીયા, ડોડીયા નીરવભાઈ, દિગ્વિજયસિંહ, ભાવાર્થ વાણીયા તથા હિમાંશુભાઈ સોલંકી સહિતના આગેવાનોએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના કાયદા અધિકારી ડૉ. મનોજ પરમાર દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સમગ્ર કાર્યક્રમનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું. અંતે શ્રી રમેશભાઈ વાણીયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!