ભચાઉના અધિક કલેક્ટર શ્રી અભિષેક તાલે સાહેબની ભચાઉના પત્રકાર મિત્રો દ્વારા શુભેચ્છક મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રસંગે ભચાઉ પત્રકાર સંગઠનના પ્રમુખ મહાવીરસિંહ રાણા, કાનજીભાઈ રાઠોડ અને અલ્પેશભાઈ પ્રજાપતિ દ્વારા શાલ ઓઢાડીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
મુલાકાત દરમિયાન ભચાઉ અને રાપર તાલુકાના વિકાસકાર્યો, ખનિજ ચોરી સહિતના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અધિક કલેક્ટર અભિષેક તળે સાહેબે બંને તાલુકામાં વિકાસકાર્યોને પ્રાધાન્ય આપવા તેમજ ખનિજ ચોરી સામે કાર્યવાહી કરવા અંગે હકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો હતો. સાથે જ તાલુકાના નાગરિકોની નાની-મોટી સમસ્યાઓને ગંભીરતાથી ધ્યાને લઈ તેનો તાત્કાલિક ઉકેલ આવે તે માટે પ્રયાસો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે પત્રકાર રામજીભાઈ મેરિયા દ્વારા અધિક કલેક્ટરશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ શુભેચ્છક મુલાકાતમાં મહાવીરસિંહ રાણા, રામજીભાઈ મેરિયા, કમલેશભાઈ ઠક્કર, કાનજીભાઈ રાઠોડ, રામઝુભાઈ છત્રા, અલારખાભાઈ સોલંકી, મુકેશભાઈ બગડા, વિનોદભાઈ સાધુ, મુકુનભાઈ જોશી, સુરેશભાઈ વાઘેલા, ઈદરીશભાઈ નોતિયાર, અલ્પેશભાઈ પ્રજાપતિ, ધનજીભાઈ ચાવડા, મહેશભાઈ આહિર, દિનેશભાઈ કાઠેચા, કિરણભાઈ દાફડા, અસલભાઈ સોલંકી, દીપકભાઈ આહિર, રાણાભાઈ આહિર, પ્રવીણભાઈ મેરિયા, ભીખુભાઈ પ્રજાપતિ અને હાજીભાઈ છત્રા સહિતના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ

