રવિ ઋતુ નિદર્શન કાર્યક્રમમાં 30 જેટલા ખેડૂતોને બિયારણ કીટનું વિતરણ

ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ દ્વારા શંખેશ્વર ખાતે ખોડિયાર ફાર્મર પ્રોડ્યૂસર કંપનીમાં રવિ ઋતુ નિદર્શન અને પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં 30 જેટલા ખેડૂતોને બિયારણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મહત્વ, રવિ ઋતુમાં ખેતીની પદ્ધતિઓ અને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં યુનિવર્સિટી તરફથી ડૉ. પ્રિયંકાબેન ગૌસ્વામી (મદદનીશ પ્રાધ્યાપક, GNFSU હાલોલ) તથા મહેન્દ્ર મેવાડા (સિનિયર રિસર્ચ ફેલો, GNFSU હાલોલ) ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત ડી.કે. રાઠવી, ટુવડ ભોજાભાઈ, જયંતીભાઈ પ્રજાપતિ, આત્મા પાટણના નાનજીભાઈ ચૌધરી તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો હાજર રહ્યા હતા.
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને નવીન કૃષિ પદ્ધતિઓથી માહિતગાર કરવા યોજાયેલ આ કાર્યક્રમમાં ખેડૂતોનો ઉત્સાહ જોવા મળ્યો હતો
The Gujarat Live News અહેવાલ દેવાભાઈ સંખેશ્વર પાટણ
