
– રોડની ખખડધજ હાલતના કારણે વાહનચાલકોને પડતી મુશ્કેલી
– 3વર્ષમાં બે વખત રસ્તો તૂટયો, જવાબદાર સામે પગલા ભરવા માંગ
સિહોર : સિહોરની ટાણા ચોકડથી લીલાપીર વિસ્તારનો રસ્તો ખખડધજ થઈ જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બિસ્માર રોડ અંગે રજૂઆત કરવા છતાં પણ રિપેર કરવામાં આળસ કરવામાં આવી રહ્યાનો કકળાટ ઉઠયો છે.
સિહોરમાં ટાણા ચોકડીથી ગૌતમેશ્વર-લીલાપીર સુધીનો સિહોર-તળાજા સ્ટેટ હાઈવે માર્ગ બિસ્માર હાલતમાં છે.
