તા. 01/05/2026 ના રોજ વરાણા મુકામે આઈ શ્રી ખોડિયાર માતાજી ધામ ખાતે રાધનપુર વિધાનસભા કોંગ્રેસ સમિતિ દ્વારા ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ કોંગ્રેસ પક્ષના જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોનો સન્માન સમારોહ પણ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ સહિત ભચાભાઈ આહીર, ડૉ. વિષ્ણુદાન ઝૂલા, રમેશભાઈ દેસાઈ, આદિત્ય ઝૂલા, જાહીદખાન મલેક, જગદીશભાઈ રાઠોડ, જયાબેન ઠાકોર, બાબુભાઈ આહીર ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત તાલુકા પ્રમુખશ્રીઓ પરબતભાઈ આહીર, ભેમાજી ઠાકોર, પશાભાઈ રાઠોડ તેમજ જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ રમેશભાઈ ઠાકોર અને મનસુખજી ઠાકોર પણ હાજર રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન તાજેતરમાં ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્યો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બેઠકમાં આગામી સમયમાં સંગઠન મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને કાર્યકરોને એકતા સાથે કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!