આયુષ નિયામકની કચેરી હેઠળ સેવા સપ્તાહ નિમિત્તે સરકારી હોમિયોપેથીક કોલેજ સંલગ્ન હોસ્પિટલ દેથળી, સિદધપુર દ્વારા

આયોજિત સનનગર સોસાયટીના કોમન પ્લોટમાં તા. ૧૩/૧૦/૨૦૨૫ ના રોજ સવારે ૧૦-૦૦ વાગ્યાથી નિશુલ્ક સવૅ રોગ નિદાન સારવાર કેમ્પ કરવામાં આવેલ. જેમાં નિશુલ્ક
ડાયાબિટીસ અને બ્લડ સુગરના રીપોર્ટ કરવામાં આવેલ.
તદઉપરાત વૃદ્ધાવસ્થામાં થતાં રોગો જેવા કે જોઇન્ટ પેઇન, શ્વાસ અને પાચનતંત્રને લગતી તકલીફો વિગેરે રોગ માટે યોગ્ય નિદાન અને સારવાર કરવામાં આવેલ.
આ મેડીકલ કેમ્પમાં ડૉ. દિલીપકુમાર અને શૈલેષભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ડૉ. રાજેશ મોદક, ડૉ. જલ્પા અત્રિ અને તેમની ઉત્સાહી ટીમ દ્વારા સેવા આપેલ.
આ કેમ્પમા સનનગર પરિવારના રહીશોએ બહોળી સંખ્યામાં સારવાર અને નિશુલ્ક મેડીસિનનો લાભ લીધેલ.
આ મેડિકલ કેમ્પને સફળ બનાવવા સનનગર સોસાયટીના હાજર ઉત્સાહી હોદ્દેદારોએ સુંદર સાથ સહકાર આપેલ.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
