રાધનપુર નગરની સ્વચ્છતા અને જાહેર આરોગ્ય સંબંધિત ગંભીર પ્રશ્નો વર્ષોથી ઉકેલના અભાવે યથાવત છે. નાગરિકોએ નગરપાલિકા, મામલતદાર કચેરી, કલેકટર કચેરી પાટણ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તથા રાજય સ્તરે કમિશ્નર કચેરી ગાંધીનગર સુધી કુલ 26 ફરીયાદો દાખલ કરી હોવા છતાં નગરપાલિકા દ્વારા ખોટા અને અધૂરા જવાબો આપી મામલો ટાળવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે

મામલો અહીં અટક્યો નહીં. નાગરિકોના મૂળભૂત હકના ઉલ્લંઘન સામે નાગરિક દ્વારા માનવ અધિકાર આયોગ સમક્ષ જાહેર હિતમાં કુલ 119 લેખિત અરજીઓ પણ રાખવામાં આવી હતી. આયોગે નગરપાલિકાને સત્તાવાર જવાબ માંગ્યો હતો, પરંતુ નગરપાલિકાએ ફરી ભૌંસાપૂર્ણ અને અસત્ય માહિતી રજૂ કરી અને ફાઈલ બંધ કરાવી દીધી હોવાનો આરોપ છે.

સમસ્યા નું યોગ્ય નિરાકરણ ન મળતા અરજદાર દ્વારા મુખ્યમંત્રી પોર્ટલ પર ઈચ્છામૃત્યુની અરજી પણ કરવામાં આવી હતી. જો કે કાયદેસરની પ્રક્રિયાને આધારે ઈચ્છામૃત્યુને મંજૂરી અપાઈ નહીં અને અરજી જામીન (Undertaking Bond) આધારે બંધ કરવામાં આવી. અરજદારના જણાવ્યા મુજબ 5000 રૂપિયાની રકમ તેમની જાણ વગર કોઈ તૃતીય વ્યક્તિ દ્વારા ભરાઈ હોવાનું ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે.

હાલ અરજદારને મફત કાનૂની સહાય હેઠળ વકીલ મળ્યા છે તથા નગરપાલિકા અને સંબંધિત તંત્રના જવાબ-દસ્તાવેજો અને 119 તમામ અરજીઓ વકીલને સોંપવામાં આવી છે. હવે કાનૂની વિશ્લેષણ બાદ મામલો નામદાર કોર્ટ અથવા હાઈકોર્ટમાં PIL રૂપે દાખલ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નાગરિકોનો સીધો પ્રશ્ન છે કે:

જો જાહેર સ્વચ્છતા અને આરોગ્ય જેવા મૂળભૂત અધિકારો માટે 26 ફરીયાદો, 119 અરજી, માનવ અધિકાર આયોગમાં રજૂઆત બાદ પણ ઉકેલ ન મળે, તો સામાન્ય નાગરિકે ન્યાય ક્યાંથી અને કેવી રીતે મેળવો?

રાધનપુર નગરમાં સ્વચ્છતા પ્રણાલી ધ્વસ્ત: સ્થાનિક નાગરિકના ‘ઈચ્છા મૃત્યુ’ અરજીને લઈ ચર્ચા

રાધનપુર: રાધનપુર નગરમાં લાંબા સમયથી ચાલતી સ્વચ્છતા સંબંધિત ગેરવહીવટ તથા નગરપાલિકાના કેટલાક કર્મચારીઓના બિન-જવાબદાર વહેવાર સામે સ્થાનિક નાગરિક ચૌધરી કાંતિભાઈ એચ દ્વારા તીવ્ર અવાજ ઉઠાવવામાં આવ્યો છે. નગરની ગંભીર પરિસ્થિતિને લઈને કાંતિભાઈએ રાજ્યના મુખ્યમંત્રીશ્રી સમક્ષ ‘ઈચ્છા મૃત્યુ’ માટે અરજી કરી છે, જેના કારણે નગરમાં ચકચાર મચી છે.

કાંતિભાઈએ જણાવ્યું કે નગરના મુખ્ય માર્ગોથી માંડીને રહેણાંક વિસ્તારો સુધી કચરાના ઢગલા અઠવાડિયોથી પડ્યા રહે છે. ગટર લાઇન ઉભરાઈ રહી છે અને ગંદું પાણી રસ્તાઓ પર વહે છે, જેના કારણે મચ્છર અને માખીઓનો ઉપદ્રવ વધ્યો છે. નાગરિકોમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને જળજન્ય રોગોના ચેપનું જોખમ વધતું જાય છે.

તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે નાગરિકો જ્યારે સ્વચ્છતા અંગે ફરિયાદ કરવા નગરપાલિકામાં જાય છે, ત્યારે જવાબદાર કર્મચારીઓ સહકાર આપવા બદલે ઉદ્ધતાઈભરેલું વર્તન કરે છે. આ ગેરવહીવટ પાછળ ભ્રષ્ટાચારની સંભાવનાઓનું પણ લોકોમાં મન મુલુંકડાયું છે.

કાંતિભાઈએ આ મુદ્દે રાધનપુર નગર સેવક જયાબેન ઠાકોરને સત્તાવાર રીતે રજૂઆત કરી છે અને રાધનપુર નગરપાલિકામાં તરત પ્રણાલીબદ્ધ સુધારા, પારદર્શક વહીવટ અને જવાબદાર કામગીરીની માંગણી કરી છે.

સ્થાનિક રહીશોએ પણ નગરમાં સ્વચ્છતા કામગીરીને ગતિ આપવા અને જવાબદારી નક્કી કરવા સંબંધિત કડક પગલાં લેવા સરકારને અપીલ કરી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!