પાટણ શહેર “બી” ડિવિ. પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૧૭૦૨૦૨૫૦૯૫૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ફરીયાદી શ્રી રંજનબેન વા/ઓ ઇશ્વરભાઇ ઠક્કર ઉ.વ.૫૩ રહે.મ.નં.રદશિવશક્તિ સોસાયટી નવસારી નાઓ તા.૧૫/૧૧/૨૦૨૫ ના કલાક.૧૭/૩૦ થી કલાક.૧૮/૦૦ વાગ્યાના સુમારે પાટણ નવાબસ સ્ટેશન અમદાવાદ-દિયોદર વાળી બસમાં ચડવા જતા લોકોની ભીડનો લાભ લઇ ગળામાં પહેરેલસોનાની ચેઇન જે આશરે બે તોલા વજનની જેની કિ.રૂ. આશરે ૧,૨૦,૦૦૦/- ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જતાં ઉપરોકત જણાવ્યા મુજબનો ગુનો તા.૧૭/૧૧/૨૦૨૫ ના દાખલ થયેલ.
પાટણ પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાથી સાહેબ પાટણ દ્રારા સદર વણશોધાયેલ ચોરીના ગુનાને શોધી કાઢવા એલ.સી.બી.પાટણને સુચના કરતાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.જી.ઉનાગર એલ.સી.બી.પાટણના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફના માણસો દ્રારા અલગ અલગ ટીમો બનાવી ગુનો શોધી કાઢવા નેત્રમ પ્રોજેકટ હેઠળના સી.સી.ટી.વી કેમેરામાં બસ સ્ટેશનમા ત્રણ ઇસમોની શંકાસ્પદ હીલચાલ જોવામા આવેલ.
જે આધારે તપાસ કરતા હયુમન સોર્સ દ્રારા બાતમી હકીકત મળેલ કે ઉપરોકત ગુનામાં સંડોવાયેલ ઇસમો પૈકીનો એક ઇસમ પાટણ શહેર સિધ્ધપુર ચોકડી નજીક આવેલ તિરૂપતી માર્કેટ ખાતે ગ્રે કલરની આઈ-૧૦ ગાડી નં. DL.03.CBZ.6518 ની લઈ ઉભેલ હોવાની હકીકત આધારે પકડી પાડી ખંતપુર્વક યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા સદરી ઇસમ સલાટ સાજીદ સાલેમહમદ રહે.પાલનપુર શહેર, ભક્તોની લીમડી, જી.બનાસકાંઠા વાળાએ ગુનાની કબુલાત કરતા જણાવેલ કે પોતે તથા સહેજાદ ઉર્ફે સજ્જુ સલીમભાઇ શેખ તથા લીટ્ટુ નુરભાઇ ખલીફા નાઓ ગઈ તા.૧૫/૧૧/૨૦૨૫ ના રોજ બપોરના પાલનપુર મુકામેથી ગ્રે કલરની આઈ-૧૦ ગાડી જેનો નં. DL.03.CBZ.6518 ની પાટણ બસ સ્ટેશન ખાતે આવી બસ સ્ટેશનમાં આવતી જતી બસોમાં ચઢવા સારૂ લોકોની ભીડ હોય તેવી બસમા સોનાનો દોરો પહેરેલ એકલ દોકલ મહીલાની વોચ રાખેલ તે દરમ્યાન સાંજના સાડા પાંચ થી છ વાગ્યના સુમારે બસ સ્ટેશનમા અમદાવાદ થી દિયોદર જતી બસમાં ચઢવા સારૂ લોકોની ભીડ વધુ હોય એક મહીલાના ગળામા પહેરેલ સોનાનો દોરો કટરથી કાપી ચોરી કરી લીધેલ હોવાની કબુલાત કરતા સદરી ઇસમ પાસેથી સોનાનો દોરો નંગ-૦૧ કિ.રૂ.૧,૪૩, ૨૯૫ /- તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦/- તથા ગાડી નંગ-૦૧ કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૪૮,૨૯૫/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને અટક કરી પાટણ સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામા આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) સલાટ સાજીદ સાલેમહમદ રહે.પાલનપુર શહેર, ભક્તોની લીમડી, જી.બનાસકાંઠા
પકડવાના બાકી આરોપીઓની વિગતઃ-
(૧) સહેજાદ ઉર્ફે સજ્જુ સલીમભાઇ શેખ રહે.પાલનપુર શહેર, ભક્તોની લીમડી, જી.બનાસકાંઠા
(૨) લીટ્ટુ નુરભાઇ ખલીફા રહે.પાલનપુર શહેર, ભક્તોની લીમડી, જી.બનાસકાંઠા
કબ્જે કરેલ મુદામાલની વિગતઃ-
(૧) સોનાનો દોરો નંગ-૦૧ કિ.રૂ.૧,૪૩,૨૯૫ /-
(૨) આઇ-૧૦ ગાડી નંગ-૦૧ કિ.રૂ.૩,૦૦,૦૦૦/-
(૩) મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/-
એમ મળી કુલ કિ.રૂ.૪,૪૮,૨૯૫/-
શોધાયેલ ગુનાની વિગતઃ-
(૧) પાટણ શહેર “બી” ડિવિ. પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૨૧૭૦૨૦૨૫૦૯૫૫/૨૦૨૫
ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ

