તા. ૨૨-૦૧-૨૦૨૬ના રોજ અયોધ્યા માં શ્રી રામ લલ્લાની મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવને બે વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે, તેમજ આવતીકાલ તા. ૨૩-૦૧-૨૦૨૬ના રોજ મહા સુદ-પાંચમ વસંત પંચમીના દિવસે પૂજ્ય શ્રી વિસામણબાપુના પ્રાગટ્ય દિવસની પૂર્વસંધ્યાએ પરમ પૂજ્ય શ્રી રાઘવેન્દ્ર સરકાર તથા પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહા મંડલેશ્વર નિર્મળાબાના આશીર્વાદથી તેમજ પૂજ્ય શ્રી ભયલુબાપુના માર્ગદર્શન હેઠળ પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં દીવડાઓ પ્રગટાવી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી.

આ અવસરે શ્રદ્ધાળુ ભક્તોએ દીપપ્રજ્વલન કરી પૂજ્ય શ્રી વિસામણબાપુના ચરણોમાં દીપ અર્પણ કર્યા હતા. દીવડાઓની ઝળહળતી રોશનીમાં સમગ્ર પરિસર દિવ્ય અને આધ્યાત્મિક વાતાવરણથી પરિપૂર્ણ બની ગયો હતો. પૂજ્ય બાપુના ઉપદેશો અને આધ્યાત્મિક જીવનમાર્ગનું સ્મરણ કરી ભક્તોએ ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેની અડગ શ્રદ્ધા વ્યક્ત કરી હતી.
આ દીપોત્સવની ઉજવણીથી જગ્યામાં ભક્તિ, શાંતિ અને આધ્યાત્મિક ઉલ્લાસનો માહોલ સર્જાયો હતો.
The Gujarat Live News
અહેવાલ કનુભાઈ ખાચર
