બનાસકાંઠા જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા સફળ ટ્રેપ ગોઠવી એક સરકારી કર્મચારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, રામપુરા (દામા) ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કીર્તિ કુમાર રામાભાઈ પ્રજાપતિએ વિકાસ કામના બિલ મંજૂર કરવા માટે રૂપિયા 15,000ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. એક જાગૃત નાગરિકે આ લાંચ આપવાનો ઇનકાર કરી ACBનો સંપર્ક કર્યો હતો.
ફરીયાદના આધારે ACBની ટીમે 4 મે, 2026ના રોજ ટ્રેપ ગોઠવ્યો હતો. જેમાં આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા 15,000ની લાંચ સ્વીકારી લેતા જ અધિકારીઓએ તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. લાંચની સંપૂર્ણ રકમ પણ સ્થળ પરથી જ કબ્જે લેવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એસ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી, જ્યારે મદદનિશ નિયામક કે.એચ. ગોહિલ દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું હતું. તેમજ રાજકોટ એકમના નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલા ઇન્ચાર્જ અધિકારી તરીકે જોડાયેલા હતા.
આ ઘટનાએ ફરી એકવાર સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારના મુદ્દાને ઉજાગર કર્યો છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
