પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આહીર સમાજ દ્વારા સદીઓથી ચાલતી આવતી અનોખી પરંપરા આજે પણ જળવાઈ રહી છે. વર્ષમાં માત્ર ‘વૈશાખ સુદ તેરસ’ના દિવસે જ લગ્ન કરવાની પરંપરા મુજબ ગુરુવારે એકસાથે 600થી વધુ યુગલો લગ્નબંધનમાં બંધાયા હતા.

આ સમૂહલગ્નમાં ચોરાડ આહીર સમાજના આશરે 48 ગામોના લોકો જોડાયા હતા. અહીં કોઈ મુહૂર્ત કે ચોઘડિયું જોવાની પ્રથા નથી, પરંતુ આ દિવસે જ લગ્ન કરવાનું મહત્વ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન પણ વૈશાખ સુદ તેરસે થયાં હતાં, જેને આધારે આ પરંપરા અનુસરાય છે.

લગ્ન પ્રસંગે પરંપરાગત વાઘા, દેશી ઢોલ અને બળદગાડાની શોભાયાત્રા સાથે સાદગીપૂર્ણ અને સાંસ્કૃતિક માહોલ જોવા મળ્યો હતો. ખાસ વાત એ છે કે આ સમૂહલગ્નમાં અધિકારીઓ, ડૉક્ટરો, ધનિક કે ગરીબ—બધાને પૌરાણિક પહેરવેશ જ ધારણ કરવો પડે છે, જે સમાજમાં સમાનતાનો સંદેશ આપે છે.

આ પરંપરા માત્ર લગ્નવિધિ પૂરતી સીમિત નથી, પરંતુ સમાજની એકતા, સંસ્કૃતિ અને પરંપરાની જીવંત ઓળખ તરીકે પણ ઉભરી રહી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!