પાટણ જિલ્લાના ગોતરકા ગામે દાદા મહાવલી સરકારની દરગાહ માં ભવ્ય ઉર્સ ની ઉજવણી કરવામાં આવી રાધનપુર થી 15 કિલોમીટર દૂર મહાવલી દાદાની દરગાહ આવેલી છે જે હિન્દુ અને મુસ્લિમ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર સમાન છે

આ વર્ષે પણ દરગાહ ખાતે મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો લોકો એ દાદાના દર્શન કરી મેળા નો આનંદ માણ્યો હતો મેળામાં દૂર દૂરથી લોકો આવતા હોવાથી મેળામાં લંગર પાણી મંડપ જેવી પાયાની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી હતી અને પગપાળા આવતા દર્શનાથજીઓ માટે પાણી શરબત નાસ્તા ના કેપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું . જ્યારે વારાહી થી જતા લોકો માટે રસ્તામાં રતિલાલ માળી ગ્રુપ દ્વારા અને લોકોના સહયોગથી નાસ્તા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું અતિશય ગરમી હોવા છતાં પણ લોકોએ દિલ ખોલી મેળાનો આનંદ માણ્યો હતો અને રાધનપુર પોલીસ દ્વારા પણ ટ્રાફિક વ્યવસ્થા અને તત્પર હાજર રહી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
