રાધનપુર નગરપાલિકામાં રાજકીય ગરમાવો: ભાજપના વિકાસકામો સામે વિપક્ષ નો વિરોધ

રાધનપુર નગરપાલિકામાં ભાજપના શાસન સામે વિપક્ષે વિરોધનો મોરચો ખોલ્યો છે. નગરપાલિકાના વિકાસકામો અને શહેરની વિવિધ સમસ્યાઓને લઈને વિપક્ષ નેતા જયાબેન ઠાકોરે સત્તાધીશો સામે આક્રમક વલણ અપનાવ્યું હતું.
જયાબેન ઠાકોરે આક્ષેપ કર્યો હતો કે ભાજપના શાસનમાં રાધનપુર શહેરના વિકાસના નામે કામગીરી કરવામાં આવી રહી હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકત અલગ છે. તેમણે નગરપાલિકાની કામગીરીને લઈને અનેક સવાલો ઉઠાવી જવાબદારી નક્કી કરવાની માંગ કરી હતી.
વિરોધ પ્રદર્શન દરમિયાન રાધનપુરના મુખ્ય બજાર વિસ્તારમાં ભાજપનો ઝંડો ઉંધો ફરકાવી વિપક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં ચર્ચા તેજ બની છે.
જાયાબેને નગરપાલિકા તંત્રને શહેરની મૂળભૂત સુવિધાઓ અને વિકાસકામો અંગે સ્પષ્ટ જવાબ આપવા તેમજ કામગીરીમાં પારદર્શિતા જાળવવાની માંગ કરી છે.
બીજી તરફ, જયાબેન દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે ભાજપ અથવા નગરપાલિકા સત્તાધીશો તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવે તો મામલે વધુ સ્પષ્ટતા થઈ શકે છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
