મોડી સાંજે બનેલી ઘટનાથી ગ્રામજનોમાં ફફડાટ, ઈજાગ્રસ્તોને પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામે મોડી સાંજે અજાણ્યા હિંસક જાનવરના આતંકથી ગ્રામજનોમાં ભારે દહેશત ફેલાઈ છે. મળતી માહિતી મુજબ અજાણ્યા પ્રાણીએ એક પછી એક હુમલા કરી 10થી વધુ લોકોને ઈજાગ્રસ્ત કર્યા હોવાની માહિતી સામે આવી છે.

અચાનક થયેલા હુમલાથી ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

આ ઉપરાંત અજાણ્યા હિંસક પ્રાણીએ કેટલાક પશુઓ પર પણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં પશુઓ ઈજાગ્રસ્ત થયા છે.

ઘટનાની જાણ થતાં ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામલોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હિંસક પ્રાણીને શોધી પકડવા અને ગ્રામજનોની સુરક્ષા માટે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

અજાણ્યું પ્રાણી કયું છે અને તે ક્યાંથી ગામમાં આવ્યું તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. વન વિભાગની તપાસ અને કાર્યવાહી બાદ સમગ્ર મામલે વધુ હકીકતો સામે આવવાની શક્યતા છે.

હાલમાં વૌવા ગામમાં લોકોમાં ભારે ફફડાટ અને દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!