શ્રી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, કડિયાળી ખાતે આજે ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓના વાલીઓ માટે વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

મિટિંગમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ, નિયમિત હાજરી, શિસ્ત, અભ્યાસ પ્રત્યેની જાગૃતિ તથા સર્વાંગી વિકાસ અંગે વાલીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને આગામી પ્રથમ સત્રની પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓએ નિયમિત અભ્યાસ કરવો, સમયપત્રક મુજબ તૈયારી કરવી તથા પરીક્ષામાં સારા પરિણામ માટે આયોજનબદ્ધ મહેનત કરવી તે અંગે વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શિક્ષકોએ વિદ્યાર્થીઓની અત્યાર સુધીની શૈક્ષણિક કામગીરી અંગે વાલીઓને માહિતગાર કરી, ઘરે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવા તથા તેમની અભ્યાસની પ્રગતિ પર નિયમિત ધ્યાન આપવા સૂચન કર્યું હતું.
આ પ્રસંગે ગામના સરપંચશ્રી તથા શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શાળાની શૈક્ષણિક પ્રગતિ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી સહકાર આપવાની ખાતરી આપી હતી.
વાલીઓએ પણ પોતાના સૂચનો રજૂ કરી શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. શાળા, વાલીઓ, SMC તથા ગ્રામ પંચાયતના સંયુક્ત પ્રયાસોથી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સમગ્ર વાલી મિટિંગ શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, વાલીઓ, સરપંચશ્રી અને SMC સભ્યોની ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.
The Gujarat Live News રિપોર્ટર જે.પી.પરમાર જાફરાબાદ
