શ્રીમદ્ ભાગવત સપ્તાહ ના પ્રથમ દિવસે જલારામ સોસાયટીવાળા હનુમાનજી મંદિરથી વૃધ્ધાશ્રમ ના પ્રાગણ સુધી ભવ્ય પોથીયાત્રા યોજાઇ હતી

 

જેમાં નવચેતન અંધજન મંડળના દિવ્યાંગ વૃદ્ધો જનો સાથે વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા – ધારાસભ્ય રાપર વિસ્તાર, શ્રીમદ ભાગવત કથાના વ્યાસ ડો.કૃણાલ જોષી, શાસ્ત્રી વિપુલભાઈ જોષી, શાસ્ત્રી અવિનાશભાઈ જોષી,સંસ્થાના ટ્રસ્ટીગણોમાં હીરાલાલ આર ચાવલા – ઉપપ્રમુખ નવચેતન અંધજનમંડળ ,લાલજીભાઈ એમ પ્રજાપતિ જનરલ સેકેટરી, નવચેતન અંધજન મંડળ, વનરાજસિંહ આર જાડેજા, હિમાંશુભાઈ સોમપુરા, ઝીણાભાઈ દબાસીયા, અને નવચેતન અંધજન મંડળના ટ્રસ્ટીગણું અને કર્મયોગીઓ સાથે શહેરીજનો ,સંસ્થાના સ્ટાફગણો હાજર રહ્યા હતા.

નવચેતન અંધજન મંડળના વિશાળ પટાંગણ કથા મંડપ માં પોથી પધરામણી બાદ સર્વે મંચસ્થ મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યુ

કથાકાર ડો.કૃણાલ જોષીનું , વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા દ્વારા મોમેન્ટો અને સાલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા

મુખ્ય મહેમાન સાથે નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડનું સન્માન સંસ્થાના ઉપપ્રમુખ હીરાલાલ આર ચાવલા, જનરલ સેકેટરી લાલજીભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવેલ મહેમાનોનું સ્વાગત વનરાજસિંહ આર જાડેજા એ કર્યું હતું.

આરતી પૂજન બાદ પ્રજ્ઞાચક્ષુ કથાકાર ડો.કૃણાલભાઈ જોષીએ શ્રીમદ ભાગવત પારાયણ કથાનો શુભઆરંભ કરવામાં આવેલ આવેલ જેમ સંસ્થાના સર્વે વૃદ્ધજનો તથા બહારથી પધારેલ વૃદ્ધજનોગણો પણ કથાનું રસપાન કરેલ.

પ્રજ્ઞાચક્ષુ કથાકાર ડો. કુણાલ જોશી એ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ જણાવ્યું કે માનવ શરીર માટે ભગવાનની ભક્તિ જરૂરી છે અને ભક્તિથી જ ભગવાન પ્રસન્ન થાય છે ભક્તિથી જ માનવ શરીરનો ઉધાર છે, અને ભગવાનથી જુદુ આ જીવનમાં કંઈ છે જ નહીં

સંસ્થાના કર્મયોગી કારોબારી સભ્યો. સાથે પંકજભાઈ ડગલી, વેલજીભાઈ નિશર , ભાવનાબેન ખેતાભાઇ પટેલનું સન્માનપણ કથાકાર ડો.કૃણાલભાઈ જોષીએ કર્યું હતુ

શાસ્ત્રીજી ડો. કૃણાલભાઈ જોષીના હસ્તે કથામાં પધારેલ મહાનુભાવ ડો. એસ. કે. શાહ અને ભરતભાઈ દલાલ નું મોમેન્ટો થી સન્માનિત કર્યા હતા.

The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!