દેશમાં દિવસે ને દિવસે એરક્રાફ્ટની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. એરક્રાફ્ટ મેન્ટેનન્સની તાલીમ આપતી ગુજરાતની સૌપ્રથમ સંસ્યા NDC ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગ (NDCIAME)ને તાજેતરમાં જ એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિં (AME) શિક્ષણના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઈન્ડો-યુકે લિડરશીપ કોન્ક્લેવ-2026માં પ્રતિષ્ઠિત સન્માન એનાયત કરાયું. આ સન્માન સમારંભ લંડનના ઐતિહાસિક યુકે હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે યોજાયો હતો. અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એન્જિનિયર્સની ડિમાન્ડ વધી
વડોદરાના વાઘોડિયા રોડ ઉપર 2018થી કાર્યરત NDC ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગ સંસ્થાના ચીફ ઇન્સ્ટ્રક્ટર ચેતન નાયકે જણાવ્યું કે, હાલમાં સમગ્ર વિશ્વમાં એરક્રાફ્ટ એન્જિનિયર્સની ડિમાન્ડ વધી છે. અમદાવાદની વિમાન દુર્ઘટના એ ખુબ ચેલેંજિંગ હતી. એ દુર્ઘટનામાં હાલમાં જે રિપોર્ટ આવ્યો તે મુજબ એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગનો રોલ નથી, તેમાં ડિજિટલ એન્જિન ફેલ થવાના કારણે દુર્ઘટના ઘટી હતી. પરંતુ એરક્રાફ્ટ એન્જિનિયરિંગની ખુબ જરૂર છે. આ ઘટનાને આની સાથે જોડી ના શકાય, પરંતુ એમ ચોક્કસ કહી શકાય કે એ ઘટના બાદ મેન્ટેનન્સ એન્જિનિયર્સની ડિમાન્ડ ખુબ વધી છે. આ કોર્સમાં એડમિશન કેવી રીતે મેળવી શકાય?
એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગ કોર્સ એક લાયસન્સ કોર્સ છે, જેથી એડમિશન માટે કોઈ લઘુત્તમ ગુણ અવકાશ નથી. ધો.12 ગ્રુપ-A સાથે પાસ કરેલું હોવું જોઈએ. આ કોર્સમાં જોડાવા માટે કોઈ વય મર્યાદા નથી. કોઈ પણ વ્યક્તિ ગમે તે ઉંમરે આ કોર્સ જોઈન કરી શકે છે. એડમિશન વખતે સંસ્થા દ્વારા એક પરીક્ષા લેવામાં આવે છે, જેને એરોનેટ એક્ઝામ તરીકે ઓળખવામાં આવે છે, જે પાસ કરવી અનિવાર્ય છે. બી-1 કોર્સમાં એટલે કે માત્ર મિકેનિકલ પાર્ટ આવે છે, જ્યારે બી-2માં એવિયેશન પાર્ટ આવે છે. કોર્સ પૂર્ણ થયા પછી નોકરીની કેટલી તક?
આ કોર્સ બાદ સ્થાનિક લેવલે એટલે કે ગુજરાત, ભારત તેમજ વિદેશમાં પણ નોકરીની ઉત્તમ તક રહેલી છે. કોર્સ પાસ કર્યાના તુરત બાદ સ્થાનિક એર કંપની તેમજ વિદેશની એર કંપનીઓમાં નોકરી મળી જાય છે. ભારતની એર કંપનીઓ જેવી કે, એર ઇન્ડિયા, ઈન્ડિગો, સ્પાઇસ જેટ જેવી કંપનીઓમાં નોકરી મળી જાય છે. આ ઉપરાંત વડોદરામાં જ ટાટા એરબસનો પ્લાન્ટ કાર્યકાર છે, જેમાં પણ નોકરી મળી શકે છે. આ ઉપરાંત વિદેશની કંપનીઓમાં પણ નોકરી મળી શકે છે. નોકરી મેળવવા કયા લાયસન્સની જરૂર?
આ કોર્સ કર્યા બાદ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જ AME લાયસન્સ આપવામાં આવે છે જે વિદેશમાં પણ માન્ય છે. આ ઉપરાંત DGCAની માન્યતા આ કોર્સ બાદ મળી શકે છે. જે પણ આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જ પરીક્ષા લેવામાં આવે છે, જેના થકી સારી એવી કમાણી કરી શકાય છે. ઇન્સ્ટિટ્યૂટના 100થી વધુ ઇજનેરો 3 વર્ષમાં નોકરીએ લાગ્યા
આ ઇન્સ્ટિટ્યુટમાંથી છેલ્લા ત્રણ વર્ષમાં 100થી વધુ ઇજનેરોએ કોર્સ પૂર્ણ કર્યો છે, જે તમામ હાલમાં નોકરી કરી રહ્યા છે. આ પૈકી 20થી વધુ ઇજનેરો વિદેશમાં એરક્રાફ્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. સંસ્થાના ચીફ ઇન્સ્ટ્રક્ટર ચેતન નાયકે જણાવ્યું કે, કેટલાક દેશોમાં તેઓના નિયમો મુજબ અલગ પરીક્ષા આપવાની હોય છે, જે પાસ કરવાથી ત્યાંનું લાયસન્સ મળી શકે છે. હાલમાં અહીંથી પાસ થયેલા ઇજનેરો ન્યુઝીલેન્ડ, કતાર સહિતના દેશોમાં ફરજ બજાવે છે. આ ઉપરાંત દેશની દરેક કંપનીઓમાં અહીંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ જોબ કરી રહ્યા છે. જે વિદ્યાર્થીઓ સાત-આઠ વર્ષ પહેલા પાસ થયા હતા, તે પૈકી અનેક હાલમાં વિદેશમાં ફરજ બજાવે છે. ‘વડોદરામાં ટાટા એરબસનો પ્લાન્ટ હોવાથી તેનો ફાયદો’
વધુમાં ચેતન નાયકે જણાવ્યું કે, અહીં જ ટાટા પ્લાન્ટ સ્થાપિત છે અને તેઓ સાથે કોલોબ્રેશન કરવામાં આવ્યું છે જેથી અંતિમ વર્ષમાં બાળકોને અહીં અભ્યાસ માટે મોકલાય છે. આ ઉપરાંત મોટા ભાગના વિદ્યાર્થીઓને મુંબઈ એરપોર્ટ ખાતે મોકલવામાં આવે છે. કારણ કે ત્યાં સૌથી વધુ ફ્લાઈટ્સ આવે છે, જેથી તેઓને સારો અનુભવ મળી શકે. વિદ્યાર્થીઓ માટે અહીં પ્રેક્ટિકલ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ કોર્સ કરાવતી ગુજરાતમાં માત્ર 2 અને ભારતમાં માત્ર 47 જ ઇન્સ્ટિટ્યૂટ કાર્યરત છે. ‘હવાઈ ચંપલ પહેરવા વાળા હવાઈ જહાજની યાત્રા કરે તેવું PMનું સ્વપ્ન’
ચેતન નાયકે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉડાન 5.0 વિઝન હેઠળ કહ્યું હતું કે મારુ સ્વપ્ન છે કે હવાઈ ચંપલ પહેરવા વાળા પણ હવાઈ જહાજની મુસાફરી કરે. જેથી આવનારા સમયમાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં જંગી વધારો થશે. એક શહેરથી બીજા શહેરને જોડવા માટે ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવશે, જેથી એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર્સની માગ ખુબ પ્રબળ બનશે. ગત વર્ષે આ સંસ્થામાંથી 40થી વધુ એન્જિનિયર્સ બહાર પડયા હતા, જે તમામ હાલમાં નોકરી લાગી ગયા છે. 10 વર્ષમાં મેન્ટેનન્સ એન્જિનિયર્સની બોલબાલા
એવિએશન ઉદ્યોગોના પૂર્વાનુમાનો અનુસાર, વૈશ્વિક સ્તરે ઝડપથી વિસ્તરી રહેલા વિમાની કાફલાની જાળવણી માટે આગામી 10 વર્ષમાં વૈશ્વિક વ્યવસાયિક એવિયેશન ઉદ્યોગને મોટી સંખ્યામાં નવા મેન્ટેનન્સ ટેક્નિશિયનોની જરૂર પડશે. ભારત સરકાર દેશને ભવિષ્યના વૈશ્વિક MRO હબ તરીકે વિકસાવવા માટે સઘન પ્રયાસો કરી રહી છે. આ નીતિમાં ફેરફાર એરક્રાફ્ટની જાળવણી સુવિધાઓમાં મોટાપાયે વિદેશી અને સ્થાનિક રોકાણને આકર્ષિત કરી રહ્યો છે, જેનો અર્થ એ છે કે AME સ્નાતકો માટે નોકરીની વિપુલ તકો, ઉચ્ચ કામની ક્ષમતા અને જોબ સિક્યુરીટી છે.