અદાણી કંપનીએ 13 દિવસમાં ફરી CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ. 2.30નો વધારો ઝીંક્યો છે, જેના કારણે હવે નવો ભાવ રૂ.98.47થી વધીને રૂ.100.77 પહોંચી ગયો છે. આ પૂર્વે 23 ઓક્ટોબરે પણ CNGના ભાવમાં રૂ.4.45નો મોટો વધારો કરાયો હતો. આ રીતે દિવાળીના તહેવારના થોડા જ દિવસો પહેલાં સતત બીજી વખત ભાવવધારો થતાં CNGનો ભાવ રૂ.100ની ઐતિહાસિક સપાટી વટાવી ગયો છે. તહેવારોના ટાણે જ આવેલા આ વધારાને કારણે સામાન્ય નાગરિકો, દૈનિક અપ-ડાઉન કરતા વાહનચાલકો અને ખાસ કરીને રિક્ષાચાલકોની કમાણી પર સીધી અસર પડશે અને તેમણે મોંઘવારીનો વધુ એક આકરો માર સહન કરવાનો વારો આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી રિક્ષાચાલકો CNGના ભાવ વધતા સબસિડી આપવાની સરકાર પાસે માગ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. સબસિડીની માગ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી
CNGના સતત ભાવવધારાને લઈને રિક્ષાચાલકોમાં પણ લાંબા સમયથી ભારે નારાજગી જોવા મળી રહી છે. રિક્ષાચાલકોએ અગાઉ વાહન-વ્યવહાર કમિશનર અને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કે, CNGમાં સબસિડી આપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. જો દિવાળી પહેલા માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. જો કે, તે વચ્ચે ફરી ભાવ વધતા રિક્ષાચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. CNGના ભાવમાં વધારો થતો હોવાથી સરકાર દ્વારા ભાડામાં પણ વધારો કરાયો હતો, પરંતુ સરકાર દ્વારા જે ભાડામાં વધારો કરાયો તે ઓનલાઇન એપ્લિકેશન ઓલા, ઉબર અને રેપીડોમાં ન આપ્યું હોવાથી રિક્ષાચાલકો અત્યારે તેનો બહિષ્કાર કરી રહ્યા છે. ઓનલાઇન એપ્લિકેશનમાં રિક્ષાચાલકોને પ્રતિ કિલોમીટર 20ની જગ્યાએ 10થી 12 રૂપિયા જ આપવામાં આવતો હોવાનો આક્ષેપ છે. આ પણ વાંચો.. અદાણી CNGના ભાવમાં ₹4.45નો વધારો, રિક્ષા ચાલકોની દિવાળી બગડી CNGના ભાવ વધારા પાછળના કારણો અદાણી ગેસને બીજા ક્વાર્ટરમાં ₹173 કરોડનો નફો
અદાણી ટોટલ ગેસે આ વર્ષના બીજી ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કરી દીધા છે. કંપનીને 173 કરોડ રૂપિયાનો નફો થયો છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન કંપનીને 163 કરોડ રૂપિયાનો નફો થયો હતો, એટલે કે આ વખતે નફામાં આશરે 5.9%નો વધારો થયો છે. કંપનીની આવક પણ 34% વધીને 2109 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન કંપનીની આવક 1,576 કરોડ રૂપિયા રહી હતી. CNG અને ઘરોમાં રસોઈ માટે વપરાતા PNGની માગ વધવાને કારણે કંપનીની કમાણીમાં આ તેજી જોવા મળી છે.વાંચો સંપૂર્ણ સમાચાર