સાંતલપુર : પાટણ જિલ્લાના સાંતલપુર પાસે ભારતમાલા રોડ પર આવેલ ટોલનાકા પર દાદાગીરીનો ગંભીર બનાવ સામે આવ્યો છે.

ફાસ્ટ ટ્રેક લગાવેલી ગાડી હોવા છતાં ટોલનાકાના કર્મચારીઓએ ટોલ ખોલ્યો નહોતો અને પરિવાર પર લાકડી વડે હિંસાત્મક હુમલો કર્યો હતો.

આ હુમલામાં દામોદરભાઈ સાધુ, તેમના દીકરા સાગર અને દિલીપ સહિત પરિવારની મહિલાઓને પણ માર મારીને ઘસેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

મહિલાઓ પર પણ શારીરિક હિંસા થઈ હોવાની જાણકારી મળી છે.

ઘાયલ દામોદરભાઈ અને સાગરભાઈને 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રથમ સારવાર માટે સાંતલપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, બાદમાં વધુ સારવાર માટે રીફર કરાયા હતા.

ઘટનાસ્થળે હાઇવે એમ્બ્યુલન્સ અને ડોક્ટરો હાજર હોવા છતાં તાત્કાલિક સારવારમાં વિલંબ થયો હોવાનો આક્ષેપ છે.

પોલીસને 112 પર જાણ થતા જ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરવામાં આવી છે.

જો કે ટોલનાકાના કર્મચારીઓ સામે સાંતલપુર્ પોલીસ દ્વારા ગુનો નોંધી અને   વધુ તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

આ બનાવને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અને ટોલનાકાની બેદરકારી તથા દાદાગીરી સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

સાંતલપુરમાં ગાડીના વિવાદે પિતા-પુત્ર પર હુમલો
સાંતલપુર તાલુકામાં ગાડી પરત લેવા મુદ્દે તણાવ સર્જાતા લાકડી વડે પિતા-પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, હરેશભાઈ બાબુભાઈ આહીર, લાલાભાઈ પચાણભાઈ આહીર (રહે. પાટણકા), કમાભાઈ જીવણભાઈ આહીર (રહે. બાબરા), વજાભાઈ પાતાભાઈ આહીર (રહે. બકુત્રા) સહિત પાંચથી છ જણાએ પિતા-પુત્ર પર લાકડી વડે પ્રહાર કર્યો હતો. હુમલામાં માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થતા બન્નેને 108 મારફતે સાંતલપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા.

સાગરભાઈ દ્વારા 112 પર ફોન કરી પોલીસને જાણ કરવામાં આવી હતી. ફરિયાદ આધારે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

પીઆઇ નકુમ પંચાલ ના જણવ્યા મુજબ કે ગાડી પાછી લેવા બાબતે માથાકૂટ થતાં ઘટના બની છે.

ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરાઈ છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

 

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!