તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાથી થતા ફાયદા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું
આત્મા યોજના દ્વારા પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં શ્રી કૃષ્ણધામ ગૌ શાળા ખાતે આયોજિત કેપીસીટી બિલ્ડિંગ ઘટક હેઠળ જિલ્લા અંદર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત કેપેસિટી બિલ્ડિંગ ઘટક હેઠળ ગૌ શાળામાં ગાયના ગોબર અને ગૌ મૂત્રથી સાબુ, ધૂપબતી, જીવામૃત, ઘન જીવામૃત અગ્નિ અસ્ત્ર સહિત બનાવટ બનાવવાની સમજણ આપવામાં આવી હતી. તેમજ ગાયનું મહત્વ, જીવામૃત, ઘન જીવામૃતનું ખેતીમાં સૂક્ષ્મજીવોમાં વધારો થવાથી ખેત ઉત્પાદનમાં વધારો થશે અને લોકોને ઝેરમુક્ત ખેત પેદાશો ઉત્પન્ન થઈ નાગરિકોના સ્વાસ્થ્ય અને વાતાવરણ અનુકૂળ બની રહે તે માટે પ્રકૃતિક ખેતી કરવી જરૂરી છે. દેશી ગાયનું સંવર્ધન અને તેનાથી ઉત્પન્ન થતા ગોબર ગૌ મૂત્ર નું મૂલ્ય વર્ધન કરીને આત્મ નિર્ભર લોકો બની શકે તે હેતુ સરકારશ્રીનો સાર્થક થાય, ખેતી ખર્ચ ઘટે ઉત્પાદન વધે, અને દેશ ના નાગરિકો ને ઝેરમુક્ત ખોરાક મળી રહે શરીર સ્વસ્થ તંદુરસ્ત આબોહવા વાતાવરણ શુદ્ધ હવા મળી રહે તે માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે.
તાલીમમાં ઉપસ્થિત ગુજરાત ગ્રીન રિવોલ્યુશન પાટણ જિલ્લાના કો ઓર્ડીનેટરશ્રી એ.જે.પટેલ, નિવૃત ખેતી મદદનીશ બીજ ચકાસણી પ્રયોગશાળા ગાંધીનગર શ્રી એ.પી.પ્રજાપતિ, તાલુકા સહ સંયોજક હારીજ જે.બી.પ્રજાપતિ, સંસ્થાના સંચાલક શ્રી લાલજી મહારાજ, બીઆરસી યુનિટના સંચાલકશ્રી શૈલેષભાઈ નાડોદા, ગૌ શાળાના પશુ ચિકિત્સકશ્રી કિરણભાઈ ઠાકોર, કૃષિ સખી કિંજલબેન ઠાકોર, બ્લોક ટેક્નોલોજી મેનેજર સોહિત કુમાર ચૌધરી, નીરવ કુમાર આસિસ્ટન્ટ ટેક્નોલોજી મેનેજર સહિત હારીજ તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
