તારીખ:20-09-2025 ના રોજ પાટણ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલકોની એક મિટિંગ ધ ગ્રાન્ડ પિઆનો હોટેલ ખાતે યોજાઈ ગયેલ આ મિટિંગમાં પાટણ શહેર અને તાલુકાના 100 કરતાં વધુ સંચાલકો હાજર રહેલ

આ મીટીંગમાં ગુજરાત રાજ્ય 100 નિર્ભર શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ શ્રી ભરતભાઇ ગાજીપરા,ઉપાધ્યક્ષ શ્રી અવિનાશભાઈ પટેલ,પ્રમુખ શ્રી જતીનભાઈ ભરાડ, મહામંત્રી શ્રી મનહરભાઈ રાઠોડ અમદાવાદ ઝોનના મહામંત્રી શ્રી હિતેશભાઈ પટેલ ,સંયોજક શ્રી ધવલભાઈ ,ઉપપ્રમુખ અજયભાઈ,સંગઠન મંત્રી મનોજભાઈ દવે વગેરે હોદ્દેદારો ઉપસ્થિત રહેલ. આ મીટીંગમાં રાજ્યના હોદ્દેદાર શ્રીઓએ સ્વનિર્ભર શાળા ના પ્રશ્નો તેનું નિરાકરણ વગેરે બાબતનું માર્ગદર્શન આપેલ આ મિટિંગમાં પાટણ જિલ્લા અને તાલુકાના વિવિધ સંચાલકોની હાજરીમાં પાટણ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનું ગઠન કરવાનું સર્વાનુંમતે નક્કી કરવામાં આવેલ અને આ મીટીંગમાં સર્વાનુમતે જિલ્લાના પ્રમુખ તરીકે .

પ્રમુખશ્રી – અમિતભાઇ પટેલ

ઉપ પ્રમુખ તરીકે હરદાસ આહિર

મહામંત્રી શ્રી – ચેતનભાઈ બારોટ વગેરેની નિમણૂક કરવામાં આવેલ અને ઉપસ્થિત તમામમાં સંચાલકોએ આ નિમણૂકને ઉષ્માભેર આવકારેલ. પાટણ જિલ્લાના આ નવનીયુક્ત હોદ્દેદારોની નિમણૂક છે તેમને રાજ્યના પ્રમુખશ્રી જતીનભાઈ ભરવાડ અધ્યક્ષ શ્રી ભરતભાઈ ગાજીપરાએ પણ અભિનંદન પાઠવેલ

તમામ હોદ્દેદાર શ્રી ને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ..

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!