નવરાત્રિ-દશેરા પર્વ દરમ્યાન ગરબા કાર્યક્રમો માટે રાત્રે ૧૨ વાગ્યા સુધીની મર્યાદા

ગરબા આયોજકો માટે લાયસન્સ, સિક્યુરિટી અને CCTV અનિવાર્ય

કોમર્શીયલ ગરબા-રાસ આયોજકો માટે જાહેર સુરક્ષા સંબંધિત કડક નિયમો

નવરાત્રિ મહોત્સવ દરમ્યાન ફાયર સેફટી, મેટલ ડિટેક્ટર અને સ્વચ્છતા અનિવાર્ય

પાટણ જિલ્લાના નાગરિકોને જાણ કરવામાં આવે છે કે તા.૨૨/૦૯/૨૦૨૫ થી તા.૦૧/૧૦/૨૦૨૫ સુધી આસો નવરાત્રિ પર્વ તથા તા.૦૨/૧૦/૨૦૨૫ના રોજ દશેરા તહેવારની ઉજવણી થનાર છે. આ તહેવારો દરમ્યાન જિલ્લાના શહેરી વિસ્તારોમાં મોટા પાયે કોમર્શિયલ પ્રકારના સ્પર્ધાત્મક દાંડીયા રાસ, ગરબા તેમજ મ્યુઝિકલ નાઇટ્સ જેવા કાર્યક્રમો યોજાતા હોય છે.

જાહેર સુરક્ષા, કાયદો-વ્યવસ્થા જાળવવા તથા અનિચ્છનીય બનાવો ટાળવા હેતુસર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) હેઠળ શ્રી વી.સી. બોડાણા (GAS)

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પાટણશ્રીએ તા.૨૨/૦૯/૨૦૨૫ થી તા.૦૨/૧૦/૨૦૨૫ સુધી નીચે મુજબની શરતો સાથે જાહેરનામું બહાર પાડેલ છે.

જાહેરનામાની મુખ્ય શરતો:

૧. તમામ ગરબા કાર્યક્રમો મોડામાં મોડા રાત્રે ૧૨-૦૦ વાગ્યા સુધી જ યોજી શકાશે.

૨. પરફોર્મન્સ પ્રિમાઈસીસ લાયસન્સ અનિવાર્ય રહેશે.

૩. લાઉડ સ્પીકર માટે સંબંધિત મંજુરી લેવી પડશે.

૪. ઈલેક્ટ્રિક કનેક્શન સત્તાવાર ઓથોરીટી પાસેથી જ લેવાં રહેશે.

૫. ફાયર સેફટી સાધનો સ્થળે રાખવા પડશે.

૬. એન્ટ્રી પોઇન્ટ પર ડોરફ્રેમ મેટલ ડિટેક્ટર મૂકવાના રહેશે.

૭. એન્ટ્રી પોઇન્ટ તથા પાર્કિંગ સ્થળે CCTV કેમેરા લગાવવાના રહેશે.

૮. સમગ્ર કાર્યક્રમની વિડિઓગ્રાફી કરીને તેની સીડી જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમમાં જમા કરાવવી રહેશે.

૯. પાર્કિંગ માટે પૂરતી વ્યવસ્થા કરવી પડશે.

૧૦. પૂરતા પ્રમાણમાં સિક્યુરિટી ગાર્ડ મુકવા પડશે.

૧૧. આયોજકોએ પોતાની સંસ્થા/મંડળનું નામ, સ્થળ, જવાબદાર વ્યક્તિનું નામ-મોબાઈલ નંબર તથા કાર્યકરોની વિગતો પોલીસ સ્ટેશનમાં આપવી પડશે.

૧૨. સ્વચ્છતા જાળવી રાખવી તથા રોગચાળો ન ફેલાય તે માટે અગત્યના પગલાં લેવા પડશે.

૧૩. સ્થળે કોઈ પણ પ્રકારની જ્વલનશીલ સામગ્રી રાખવાની નહીં.

૧૪. સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ તમામ સૂચનાઓનું પાલન કરવું રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ/સંસ્થા સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

આ જાહેરનામાની અમલવારી માટે પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે તેનાથી ઉપરના હોદ્દા ધરાવતા તમામ પોલીસ અધિકારીઓને ફરીયાદ નોંધવાની સત્તા આપવામાં આવી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!