નવલી નવરાત્રિના બીજા નોરતે સમગ્ર રાજ્યમાં ખેલૈયાઓએ ધૂમ મચાવી હતી. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજટોક સહિતના શહેરોમાં ખેલૈયાઓ જોમ-જુસ્સા સાથે ગરબા રમવા પહોંચ્યા હતા. મુંબઇમાં એશ્વર્યા મજમુદારે રસિયો રૂપાળો રંગ રેલીયા સોન્ગ પર ખેલૈયાઓને ડોલાવ્યા હતા તો વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલમાં વિદેશી ડેલિગેટ્સ પણ ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. ગાંધીનગર શેરી અફેર્સના પાસના રૂ.12,000 ખર્ચ્યા છતાં ખેલૈયા ટ્રાફિકજામમાં ફસાયા અને કેટલાકને તો ચાલતા-ચાલતા જવું પડ્યું હતું. રાજકોટમાં ગેલેક્સી ગરબી મંડળની બાળકીઓ દ્વારા તલવાર રાસ સહિતના વિવિધ રાસ પરફોર્મન્સ રજૂ કર્યા હતા. આ ઉપરાંત મન મોર બની થનગાટ કરે… સહિતના વિવિધ સોન્ગ પર ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી. અમદાવાદના SG હાઈવે પર ટ્રાફિકજામ થતાં વાહનચાલકો ફસાયા હતા. નોરતા નગરીમાં કિર્તીદાન ગઢવીની રોયલ એન્ટ્રીથી ખેલૈયા ઘેલા થયા હતા. ગરબા રમ્યા બાદ ખેલૈયાઓ અમદાવાદના માણેકચોક સહિતની ખાણી-પીણીની બજાર-સ્ટોલ પર ઉમટી પડ્યાં હતાં અને વિવિધ વાનગીઓની જયાફત માણી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિના બીજા નોરતે તેમના વતન માણસા ખાતે પહોંચ્યા હતા, જ્યાં પરિવાર સાથે તેમણે કુળદેવીના દર્શન કર્યા હતા. વડોદરામાં વિદેશી ડેલિગેટ્સ ગુજ્જુ સંગ ગરબે ઘૂમ્યા
નવરાત્રિના પાવન પર્વના બીજા નોરતે વડોદરામાં ગરબા રસિકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પહેલા દિવસે વરસાદ અને ટ્રાફિકના કારણે થયેલી મુશ્કેલીઓ બાદ ખેલૈયાઓ રંગબેરંગી પોશાકોમાં સજ્જ થઈને વિવિધ ગરબા ગ્રાઉન્ડમાં મનમૂકીને ઝૂમ્યા હતા. જ્યારે VNFના ગરબામાં વિદેશી ડેલિગેટ્સ પણ ભારતીય પરંપરાના રંગે રંગાઈને સ્થાનિક સાંસદ હેમાંગ જોષી સાથે ગરબે ઘૂમ્યા હતા. આ ઉપરાંત, સેવાસી રોડ પર આવેલા શિશુ ગરબાના ગ્રાઉન્ડમાં ચાલુ ગરબા દરમિયાન ઝેરી સાપ નીકળતા થોડી અફરાતફરી મચી હતી. નવલખી ગ્રાઉન્ડ અને યુનાઈટેડ વેના ગરબામાં ભારે ભીડ જોવા મળી હતી, જેના કારણે ટ્રાફિકજામ પણ થયો હતો. સુરતીઓની ‘ગોરી રાધા ને કાળો કાન’ ગીત પર ધૂમ
નવરાત્રિના પાવન પર્વના બીજા નોરતે સુરતના ગરબા ગ્રાઉન્ડ્સમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. પહેલા દિવસની ઓછી ભીડ બાદ આજે ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રંગબેરંગી પોશાકો અને અવનવા ગરબા સ્ટેપ્સ સાથે યુવાધને ‘પરી હું મેં’ અને ‘ગોરી રાધા ને કાળો કાન’ જેવા ગીતો પર ધૂમ મચાવી હતી. આકર્ષણનું કેન્દ્ર એક યુવક હર્ષ બિસ્વાલ બન્યો હતો, જેણે 8 કિલોની ‘ઓપરેશન સિંદૂર’ થીમની પાઘડી અને 7 કિલોનો ડ્રેસ પહેરીને કુલ 15 કિલો વજન સાથે ત્રણ કલાક સુધી સતત ગરબા રમ્યો હતો. આ ઉત્સાહ વચ્ચે રિંગ રોડ બ્રિજ પર બે કાર વચ્ચે અકસ્માત થતા થોડા સમય માટે ટ્રાફિકજામ સર્જાયો હતો, પરંતુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તેને હળવો કર્યો હતો. રાજકોટમાં ખેલૈયાઓએ તલવાર રાસ, ભુવા રાસ સહિતના રાસ રજૂ કર્યા
રાજકોટમાં બીજા નોરતે પણ નવરાત્રિની ઉજવણીનો માહોલ પૂરબહારમાં ખીલ્યો હતો. શહેરના પ્રમુખ ક્લબો અને પાર્ટી પ્લોટ, જેવા કે સહિયર ક્લબ અને રેસકોર્સ મેદાન, હજારો ખેલૈયાઓથી ઉભરાયા હતા. રંગબેરંગી પરંપરાગત પોશાકોમાં સજ્જ ખેલૈયાઓએ આધુનિક લાઇટિંગ અને સાઉન્ડ સિસ્ટમના તાલ સાથે મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી. દાંડિયા કિંગ રાહુલ મહેતા અને ગાયિકા અપેક્ષા પંડ્યા જેવા કલાકારોએ ટીમલી અને ડાકલા રાસના જેવા તાલે ખેલૈયાઓને ગરબે ઘૂમાવ્યા હતા. ગેલેક્સી ગરબી મંડળમાં 1100થી વધુ સ્કૂલ-કોલેજના યુવાનો પ્રાચીન પરંપરાને નવા ટ્રેન્ડ સાથે રજૂ કર્યા હતા. તો બીજી તરફ, રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે સતત 37 વર્ષથી પોલીસ પરિવારની દીકરીઓ માટે ખાસ ગરબીનું આયોજન કરવામાં આવ્યું હતું. ફરજ પર વ્યસ્ત પોલીસકર્મીઓના પરિવારો માટે યોજાતી આ ગરબીમાં દીકરીઓ દ્વારા તલવાર રાસ અને ટિપ્પણી રાસ જેવી 20થી વધુ કલાત્મક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. ગાંધીનગરમાં બ્લેક ફિલ્મવાળી ગાડીઓનો જમાવડો અને VIP કલ્ચર
નવરાત્રિના બીજા દિવસે અમદાવાદ અને ગાંધીનગરમાં ગરબાનો ઉત્સાહ જોવા મળ્યો હતો. એક તરફ અમદાવાદના ‘નોરતા નગરી’માં લોકગાયક કિર્તીદાન ગઢવીની રોયલ એન્ટ્રીએ ખેલૈયાઓમાં જોશ ભરી દીધો હતો અને સૌએ મન મૂકીને રાસની રમઝટ બોલાવી હતી. તો બીજી તરફ, ગાંધીનગરના ‘શેરી અફેર્સ’ ગરબામાં આયોજકોની ગેરવ્યવસ્થાને કારણે ભયંકર ટ્રાફિકજામ સર્જાયો હતો. પરિસ્થિતિ એટલી વણસી હતી કે, 12 હજાર રૂપિયા સુધીના મોંઘા પાસ ખરીદનારા ખેલૈયાઓને પણ ગાડીઓ છોડીને ચાલીને ગરબા સ્થળ સુધી પહોંચવાની ફરજ પડી હતી. ‘શેરી અફેર્સ’માં અપૂરતી પાર્કિંગ વ્યવસ્થા અને સાંકડા રસ્તાને કારણે સર્જાયેલી આ સમસ્યામાં ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતા પણ દેખાઈ હતી. એટલું જ નહીં, પ્રતિબંધ હોવા છતાં સ્થળ પર બ્લેક ફિલ્મવાળી ગાડીઓનો જમાવડો અને VIP કલ્ચર પણ જોવા મળ્યું હતું. આ ટ્રાફિકજામની અસર માત્ર ગાંધીનગર પૂરતી સીમિત ન રહેતા અમદાવાદના ઈસ્કોન સર્કલ, પકવાન ચાર રસ્તા અને સિંધુ ભવન રોડ જેવા વિસ્તારોમાં પણ વાહનચાલકો અટવાયા હતા. જોકે, તમામ મુશ્કેલીઓ છતાં ગરબા સ્થળે પહોંચ્યા બાદ ખેલૈયાઓએ રાસનો આનંદ માણ્યો હતો અને મોડી રાત્રે માણેકચોકના ખાણીપીણી બજારમાં પણ ભારે ભીડ જામી હતી. અમદાવાદ શહેરના ગરબાની પળેપળનાં અપડેટ્સ રાજકોટ શહેરના ગરબાની પળેપળનાં અપડેટ્સ સુરત શહેરના ગરબાની પળેપળનાં અપડેટ્સ વડોદરા શહેરના ગરબાની પળેપળનાં અપડેટ્સ પહેલા નોરતાના વીડિયો અને પળેપળની અપડેટ્સ બીજા નોરતાની પળેપળની અપડેટ્સ