ઊંઝાના અંબામણી વિલા પાસે આવેલ ખોડલ હોમ્સ પરિવાર દ્વારા ઊંઝા – પાટણ રોડ ઉપર આવેલ વૃદ્ધાશ્રમના વંદનીય વડીલો દ્વારા નવરાત્રીની આસો સુદ બીજની મહાઆરતીનું આયોજન કરવામા આવ્યુ હતુ,

વૃદ્ધો તેમને મળેલા આ સન્માન બદલ આનંદ વિભોર બની ગયા હતા.

આ આયોજનમાં ખોડલ હોમ્સના પ્રમુખ સુનિલકુમાર સથવારા, મંત્રી કેતનભાઈ, રમેશભાઈ, રમણભાઈ, વીરેન્દ્રભાઈ, અનિલભાઈ તથા સ્થાનિક તમામ ભાઈ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહી માતાજીની આરતીના દર્શન તથા રાસ-ગરબામાં હર્ષભેર જોડાયા હતા.

આ આયોજકોએ કોઈ મોટા નેતા કે આગેવાનને બોલાવવાના બદલે સમાજના આવા દુઃખી- લાચાર વૃદ્ધોના હાથે માતાજીની મહાઆરતી કરાવી સન્માન આપ્યું તે કાર્ય બધેય પ્રસંશાને પાત્ર બની ગયુ હતું.

The Gujarat Live News 

અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર

Mo : 987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!