પાટણ ખાતે ધી પાટણ જિલ્લા સહકારી ખરીદ અને વેચાણ સંઘ લિ.ની ૨૫ મી વાર્ષિક સાધારણ સભા તેમજ “પાક પરિસંવાદ – વ – સહકાર સંમેલન” કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં સહકારી માળખું, પ્રાકૃતિક ખેતી તેમજ તેના વ્યાપ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ અવસરે કેબિનેટ મંત્રીશ્રી બળવંત સિંહે જણાવ્યું હતું કે ગુજરાતમાં સહકારી માળખું વર્ષોથી સફળતાપૂર્વક કાર્યરત છે અને તે દેશના જીડીપી તથા રોજગારીમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. મંત્રીશ્રીએ કહ્યું કે ભારત દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ દેશ વિકાસના પંથે આગળ વધી રહ્યો છે. દેશના ગૃહ મંત્રીશ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકારી ક્ષેત્રે વિકાસનો નવો રોડમેપ તૈયાર થશે, તેવા વિશ્વાસની વ્યક્તતા પણ મંત્રીશ્રીએ કરી હતી.

આ પ્રસંગે પાટણ-સિદ્ધપુર એપીએમસીના ચેરમેન શ્રી સ્નેહલભાઈ પટેલ, શ્રી વિષ્ણુભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો, સહકારી ક્ષેત્રના આગેવાનો, ઈફ્કોના પ્રતિનિધિઓ તથા બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!