અત્યારે નવરાત્રીના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે.
ત્યારે માઁ ભગવતીની ઉપાસના અને ગરબે રમવું તે એક વિજ્ઞાન સાથે જોડાયેલ માનસીક અને શારીરીક સક્ષમતા પ્રાપ્ત થાય છે

ભાભર ડિવાઇન એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત લિબર્ટી સ્કૂલ દ્રારા નવરાત્રી પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી.
સ્કૂલ ના તમામ વિદ્યાર્થીઓ એ પવિત્ર પર્વની હર્ષ ભેર ઉજવણી કરી. માતાજીના ગરબામાં ઝુમી ઉઠ્યા હતા ગરબે રમવા નો આનંદ માણ્યો હતો. સાથે તેમજ શિક્ષક મિત્રો પણ માતાજીના ગરબા રમી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધાર્યો હતો.
નવરાત્રીએ હિન્દુ સનાતન ધર્મ સાથે જોડાયેલ પવિત્ર ઉત્સવ છે જેમાં શક્તિની પૂજા અને ગરબા કરવામા આવે છે.
આ નવ રાત અને દસ દિવસ દરમ્યાન શક્તિ દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.
સાથે સાથે ઉપવાસ યજ્ઞ,પુજા,ઉપવાસ
સહિત વિવિધ પ્રકારે માતિજી પ્રત્યે ભક્તિ પ્રગટ કરવામાં આવે છે.
શારીરીક અને માનસીક શુધ્ધિ નવરાત્રીના પર્વ થકી પ્રાપ્ત થઈ શકે છે.
The Gujarat Live News અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા
