પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાથી સાહેબ,પાટણનાઓએ પાટણ જીલ્લામાં નશામુકત કરવા અભિયાન હાથ ધરેલ હોઇ જે અનુસંધાને આપેલ સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.કે. પંડયા સાહેબનાઓની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી.આચાર્ય સિધ્ધપુર પો.સ્ટે.નાઓ નાર્કોટીકસ અંગેના કેશો શોધી કાઢવા સારૂ સતત પ્રયત્નશીલ હોઈ જે લગત પોલીસ ઇન્સ્પેકટર, શ્રી જે.બી.આચાર્ય નાઓને ખાનગી વિશ્વાસુ બાતમીદાર થી હકીકત મળેલ કે એક ઇસમ પોતાના કબ્જામાં શંકાસ્પદ વનસ્પતિ જન્ય માદક પદાર્થનો જથ્થો થેલામાં ભરી આંટા ફેરા મારી હાલમાં ખળી ચાર રસ્તા નજીક ઉભો રહેલ હોય જે આધારે પો.સ.ઈ.શ્રી જે.આર.શુકલા,સિધ્ધપુર પો.સ્ટે.નાઓ સાથે જરુરી રેડીંગ પાર્ટી પોલીસ સ્ટાફ તથા સરકારી પંચો તથા વાહનો સાથે હકિકત મુજબની જગ્યાએ ખળી પાટણ રોડ ઉપર આવતા એક ઇસમ બાતમી મુજબનો ઉભો હોય જેને કોર્ડન કરી પુછપરછ કરતાં પોતાનું નામ ભાવેશકુમાર ડાહયાભાઈ અંબારામદાસ પટેલ ઉ.વ.૩૫ રહે. વડાવલી અંબિકાનગર તા.ચાણસ્મા જી.પાટણવાળા હોઇ જેના હાથમાં રહેલ લેધર હેન્ડ બેગમાંથી પંચો રૂબરૂ તપાસ કરતાં ગેરકાયદેસર અને બિનઅધિકૃત રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો કુલ
૦૧ કિલો ૮૨૦ ગ્રામ કિં.રૂ.૧૮,૨૦૦/- તથા મોબાઇલ નંગ-૦૧ કિં.રૂ.૫,૦૦૦/-નો મુદામાલની હેરાફેરી કરતાં પકડાઇ ગયેલ હોઇ જેના વિરૂધ્ધ સિધ્ધપુર પો.સ્ટે.ગુ.ર.નં ११२१७०३०२५१०८१/२०२५ सेन.डी.पी.स.लम-8 (C), 20(b)(ii)B, 22(B), 29 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) ભાવેશકુમાર ડાહયાભાઈ અંબારામદાસ પટેલ રહે.વડાવલી અંબિકાનગર તા.ચાણસ્મા જી.પાટણ
પકડવામાં બાકી આરોપીની વિગતઃ-
(૧) મનીષ ગમાર નામથી ઓળખાણ આપનાર માણસ
પકડાયેલ મુદ્દામાલની વિગતઃ-
(૧) ગે.કા.અને બિનઅધિકૃત રીતે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો કુલ ૦૧ કિલો ૮ર૦
ગ્રામ કિં.રૂ.૧૮,૨૦૦/-
(૨) એન્ડ્રોઇડ મોબાઇલ નંગ-૦૨ કિં.રૂ.૫,૦૦૦/-
