પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાયી સાહેબ, પાટણનાઓએ જીલ્લામાં મોબાઇલ ગુમ/ચોરી બાબતે દાખલ થયેલ eFIR/FIR અનડીટેક્ટ હોઇ જે શોધી કાઢવા કરેલ સુચના અનુસંધાને મે.નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.કે.પંડયા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. આચાર્ય સિધ્ધપુર પો.સ્ટે.નાઓની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ સિધ્ધપુર પો.સ્ટે. પાર્ટ એ.ગુ.શૈ.નં.૧૧૨૧૭૦૩૦૨૫૦૯૯૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા એકટ ૨૦૨૩ ની કલમ- ૩૦૩(૨) મુજબના ગુન્હાના કામે હકિકત એવી છેકે, આ કામના ફરીયાદી ચેતનભાઈ અચળાભાઈ નાથાભાઇ જાતે- દરજી ઉ.વ.૨૭ ધંધો-દરજીકામ રહે-જમડા પલોટ વિભાગ તા.થરાદ જી.બનાસકાંઠાવાળાનો મોબાઇલ વીવો કંપનીનો આસમાની કલરનો T1 5G મોડલ નો મોબાઇલ હતો જેમાં સીમ નં. (૧) એરટેલ કંપની – ૮૩૪૭૩૪૬૮૬૮ તથા (૨) એરટેલ કંપની – ૯૦૯૯૪૪ર૬૧૬ નો હતો. જેનો IMEI नं५२ (१) 862651054039711 (2) 862651054039703 નો કી. રૂ. 12000/- નો છે. જે મોબાઇલ ગઇ તા.૧૫/૦૯/૨૦૨૫ ના આશરે ક.૧૪/૩૦ થી ૧૫/૦૦ વાગ્યા દરમ્યાન સિધ્ધપુર મુક્તીધામ ખાતે બાથરૂમ ની દીવાલ ઉપર થી કોઈ અજાણ્યા ઇસમે ચોરી કરી લઈ ગયેલ હોઇ જે અનુંસંધાને સદર ગુન્હાની તપાસમાં રહેલ સિધ્ધપુર પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન મળેલ ખાનગી બાતમી આધારે આ કામનો આરોપી અનવીરભાઇ ઉર્ફે અનીલભાઇ S/O કરશનભાઇ સોલંકી (ભંગી) ઉ.વ.૩૫ રહે-નાંદોત્રી ચૌહાણવાસતા.સિધ્ધપુર જી.પાટણવાળો મળી આવતાં તેના કબજામાંથી ઉપરોકત ચોરીમાં ગયેલ મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૧૨,૦૦૦/-નો મળી આવતાં મુદામાલ સાથે પકડી મોબાઇલ ચોરીનો અનડીટેકટ ગુન્હાનો ડીટેઇક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) અનવીરભાઈ ઉર્ફે અનીલભાઈ S/O કરશનભાઈ સોલંકી (ભંગી) રહે-નાંદોત્રી ચૌહાણવાસ તા.સિધ્ધપુર જી.પાટણ
કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
(૧) વીવો કંપનો મોબાઇલ નં-૧ કિં.રૂ.૧૨,૦૦૦/-
ડીટેક્ટ કરેલ ગુનાની વિગતઃ-
(૧) સિધ્ધપુર પો.સ્ટે. પાર્ટ એ.ગુ.૨.નં.૧૧૨૧૭૦૩૦૨૫૦૯૯૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા એકટ-ર૦ર૩ ની કલમ- ૩૦૩(૨) મુજબ
The Gujarat Live News
