અગમ ચેતી એજ સલામતી — પાક બચાવો, ઉપજ વધારો

હવામાન વિભાગની આગાહી મુજબ તા. ૨૫ ઓક્ટોબર, ૨૦૨૫ થી ૧ નવેમ્બર, ૨૦૨૫ દરમ્યાન ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આવા કમોસમી વરસાદી પરિસ્થિતિમાં પાકને નુકસાનથી બચાવવા અને ખેતપેદાશોને સુરક્ષિત રાખવા રાજ્યના તમામ ખેડૂતમિત્રોને નીચે મુજબની તકેદારીના પગલાં લેવા ખેતીવાડી વિભાગ દ્વારા અપીલ કરવામાં આવે છે:

1. કાપણી કરેલ પાક જો ખેતરમાં ખુલ્લો રાખેલો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો, અથવા પ્લાસ્ટિક / તાડપત્રીથી ઢાંકીને સુરક્ષિત રાખવો. ઢગલાની આજુબાજુ માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું રોકવું.

2. આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ ટાળવો.

3. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે માટે ગોડાઉનમાં યોગ્ય રીતે સુરક્ષિત રાખવા.

4. એ.પી.એમ.સી.ના વેપારીઓ અને ખેડૂતમિત્રોએ આગોતરા સાવચેતી રાખવી, તેમજ અનાજ અને ખેતપેદાશોને સુરક્ષિત રાખવા. શક્ય હોય તો આ દિવસો દરમ્યાન વેચાણ ટાળવું અથવા વેચાણ માટે આવેલી પેદાશોને સલામત રીતે ઢાંકીને રાખવી.

વધુ માહિતી માટે આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), કે KVKનો સંપર્ક કરવો.

તેમજખેડૂતમિત્રોએ કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – 1800 180 1551 પર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવ્યું છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!