બીલીયા ગામના ગૌ પ્રેમી સેવકો છેલ્લા દસ વર્ષથી નિયમિત આ સેવા કરી રહ્યા છે.

આજે ગોપાષ્ટમીના પવિત્ર દિવસે સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામમાં ગૌ માતાનું પૂજન, આરતી અને પ્રદક્ષિણા કરવામાં આવી. આ કાર્યક્રમમાં દરેક મંદિરના મહંત અને મોટી સંખ્યામાં ગૌ પ્રેમીઓ હાજર રહ્યા હતા.
સાથે સાથે ગૌ માતાને મહત્વ આપવાના હેતુસર
બીલીયા ગામની દરેક ગાય માતાને સાગર દાણ ખવરાવી અને બધા ભક્તો એ ગાય પ્રત્યે પ્રેમ, ઉદારતા અને સંતોષનો અનુભવ કર્યો.
જીવદયા માટેનો તેમનો આ અનોખો સેવા યજ્ઞ ચોમેર પ્રશંસાને પાત્ર બન્યો છે.
વિશેષ ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ બિલિયા ગામમાં છેલ્લા 10 વર્ષ થી સેવકો અને ગામવાસીઓ સાથે રહી ઉજવવામાં આવે છે.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
