
દિવાળીનો તહેવાર વડોદરા એસટી વિભાગ માટે આર્થિક રીતે ફળદાયી નીવડયો છે. મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા માટે એકસ્ટ્રા બસો દોડાવવાના કારણે વડોદરા સેન્ટ્રલ બસ ડેપોને રૂ. ૪૬.૨૧ લાખની આવક થઈ છે.
રાજ્યમાં દિવાળીના પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જવા ની કળતા એસટીની બસોમાં ભારે ભીડ જોવા મળી હતી.
