પાટણ જિલ્લાના સરીયદ ગામે તારીખ 2 11 2025 ના રોજ સમાલપરગણા ગુજ્જર પ્રજાપતિ સમાજ 16 ગામનો નવમો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો





જેમાં સમાજના અનેક લોકો જોડાયા હતા . સ્નેહ મિલનમાં જે વિદ્યાર્થીઓ ઉચ્ચ પરિણામ લાવનાર તથા નવીન નોકરી મેળવનાર સમાજના યુવાનોને ઇનામ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે આ પ્રસંગમાં યુવાનો વડીલો આગેવાનો તથા બહેનો પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી આ પ્રસંગમાં સમાજના અનેક દાતા દ્વારા દાન આપી સમાજ આગળ વધે અને વિદ્યાર્થીઓમાં કંઈક કરવાની ક્ષમતા જાગે તેવા હેતુથી સમાજના આગેવાનો દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કર્યું હતું આ પ્રસંગમાં ભોજન મંડપ ચા નાસ્તો અને પાણીના દાતા શ્રી સરીયદના જગમાલભાઈ પરિવાર રહ્યા હતા તેમાં સોમાભાઈ જગમાલભાઈ પ્રજાપતિ મગનભાઈ જગમાલભાઈ પ્રજાપતિ હીરાભાઈ જગમાલભાઈ પ્રજાપતિ બાબુભાઈ જગમાલભાઈ પ્રજાપતિ નાનજીભાઈ જગમાલભાઇ પ્રજાપતિ અશ્વિનભાઈ મગનભાઈ પ્રજાપતિ અરવિંદભાઈ હીરાભાઈ પ્રજાપતિ દીપકભાઈ સોમાભાઈ પ્રજાપતિ તેઓ આ પ્રસંગના મંડપ ભોજન પાણી ના દાતા રહ્યા હતા
The Gujarat Live News

