કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં પત્રકારત્વના ક્ષેત્રે કાર્યરત પત્રકારોના હિતોનું રક્ષણ કરવા અને તેમના અવાજને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ‘રાપર તાલુકા પત્રકાર સંગઠન’ ની રચના કરવામાં આવી છે.
તાલુકાના તમામ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોની હાજરીમાં આ સંગઠનનું સર્વસંમતિથી ગઠન કરવામાં આવ્યું હતું.
આ નવનિયુક્ત સંગઠનનો મુખ્ય હેતુ તાલુકામાં નિષ્પક્ષ અને નિર્ભીક પત્રકારત્વને પ્રોત્સાહન આપવાનો, પત્રકારોને આવતી મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરવા માટે એક મંચ પૂરો પાડવાનો તેમજ પત્રકારોના સામાજિક અને વ્યાવસાયિક હિતોનું રક્ષણ કરવાનો છે.
સંગઠનના મુખ્ય પદાધિકારીઓ:
આ બેઠકમાં સંગઠનની સર્વસંમતિથી રચના કરીને નીચે મુજબના પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી:
પ્રમુખશ્રી:
સૂરજભાઈ લુહાર
ઉપ પ્રમુખશ્રી:
દિપુભા જાડેજા
ઉપ પ્રમુખશ્રી
:ઘનશ્યામભાઈ બારોટ
મહામંત્રી:
ઘનશ્યામભાઈ મજેઠીયા
મહામંત્રી:
રામજીભાઈ બી રાજપૂત
સંગઠન મંત્રી: મહેશભાઈ ખેર
સહમંત્રી : સુરેશભાઈ ચૌહાણ.
મંત્રી શ્રી.:અનિલભાઈ ઠક્કર
ખજાનચી: બાબુભાઈ આહીર
કારોબારી સભ્ય શ્રી
દિલીપભાઈ પંચાલ
લક્ષ્મણસિંહ જાદવ
વસીમભાઈ
નવા વરાયેલા પ્રમુખશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “રાપર તાલુકા પત્રકાર સંગઠન પત્રકારત્વની ગરિમા જાળવીને લોકશાહીના ચોથા સ્તંભ તરીકેની જવાબદારી ભાર પ્રુવક નિભાવશે
તેમજ તાલુકા ના તમામ પત્રકારોને સાથે લઈને ચાલીશું અને સંગઠનની મજબૂતી માટે સતત પ્રયત્નશીલ રહીશું.”
સંગઠનના ગઠનને કારણે હવે રાપર તાલુકાના મહત્વ ના પ્રશ્નો ને વાચા મળશે પત્રકારોને એક નવું સંગઠિત માળખું પ્રાપ્ત થયું છે,
જે આવનારા સમયમાં પત્રકારત્વ ને વધુ સન્માનજનક અને સુરક્ષિત બનાવવામાં મદદરૂપ થશે. તાલુકાના સામાજિક રાજકીય અગ્રણીઓએ આ નવી પહેલને આવકારીને સંગઠન ના હોદેદારો ને શુભેચ્છાઓ પાઠવી હતી.
The Gujarat Live News રિપોર્ટ by રામજીભાઈ રાજપૂત રાપર કચ્છ
