બાબરાના ગમા પીપળીયા ગામથી રામજી મંદિરના મહંતશ્રી બાલકદાસ બાપુ તેમજ ગ્રામજનો અને ભાવિકો ભાઈઓ, બહેનો, બાલિકાઓ સર્વો મોટી સંખ્યામાં કૃષ્ણ ભગવાનની જાન જોડી કોટડાપીઠા પધાર્યા હતા.

અને કોટડા પીઠા અને ખાનપર વચ્ચે શ્રી રાફડા વાળા ખોડીયાર માતાજી મંદિર દત્ત આશ્રમ આવેલ છે. ત્યાં સમસ્ત કોટડાપીઠા તથા ખાનપર ગામ આયોજીત ચતુર્થ તુલસીવિવાહ મહોત્સવ ૨૦૨૫ મંદિરના મહંતશ્રી લક્ષ્મણ ગીરીજી ગુરૂશ્રી મહંત અમીત ગીરીજી દ્વારા તુલસીવિવાહનું આયોજન કરવામાં આવેલ. અને ગનાપીપળીયાથી શાલીગ્રામ એટલે કે ઠાકોરજીની મોટી જાન આવેલ તેમની સામે વરરાજા શ્રી ક્રિષ્નભગવાનના સામૈયા મંદિરના મહંત તેમજ ભકતજનો અને બાલિકાઓ દ્વારા કરવામાં આવેલ. અને સર્વો ભાવિ ભકતોએ સાથે મહાપ્રસાદનો લાભ લીધો.
The Gujarat Live News અહેવાલ. ભાનુભાઈ પાનશેરીયા
