બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર અંગે કરાયેલી ટિપ્પણી બાદ રાજકીય માહોલ ગરમાયો છે. આ મુદ્દે કોંગ્રેસે કડક વિરોધ નોંધાવ્યો છે અને તેને મહિલા શક્તિ તથા ગુજરાતની જનતાનું અપમાન ગણાવ્યું છે.

રાધનપુર વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી કે આ પ્રકારની નિવેદનો પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
આવેદનપત્ર આપ્યા બાદ કોંગ્રેસ કાર્યકરોએ ભાજપ પ્રદેશ અધ્યક્ષના પૂતળાનું દહન કર્યું હતું. દરમિયાન રાધનપુર પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા પગલા લીધા અને વિરોધ કરી રહેલા કોંગ્રેસ ના કાર્યકરો ની અટકાયત કરી અટકાયત કરેલ કોંગ્રેસ ના હોદેદારો જયા ઠાકોર -પાટણ જિલ્લા મહિલા પ્રમુખ
ભેમાજી ઠાકોર -રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ
તાલુકા નવનિયુક્ત સદસ્યો કરશનજી ઠાકોર અમરતભાઈ દેસાઈ શઁકરજી ઠાકોર સમાજ ઉપપ્રમુખ ભરત ઠાકોર -સક્રિય કાર્યકર દેવાજી ઠાકોર કિશન ઠાકોર
સમીરાબેન ઘાંચી લીલાબેન મકવાણા વિગેરે હોદેદારોની અટકાયત કોંગ્રેસ ના કેટલાક કાર્યકરો ની અટકાયત કરી હતી.
આ સમગ્ર ઘટનાએ સ્થાનિક રાજકારણમાં તણાવ સર્જ્યો છે અને બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપની રાજનીતિ તેજ બની છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
