જાખોત્રા – ચારણકા – ફાંગલી માર્ગ પર રિસરફેસિંગ કામગીરી પ્રગતિ હેઠળ

પાટણ જિલ્લાના માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ, રાધનપુર પેટા વિભાગ હસ્તકના સાંતલપુર તાલુકાના સોલાર પાર્કને જોડતા જાખોત્રા – ચારણકા – ફાંગલી મુખ્ય જીલ્લા માર્ગ (કી.મી. ૮/૧૩૦ થી ૧૯/૩૦૦) પર રીસર્ફેસીંગ અને મજબુતીકરણની કામગીરી શરૂ કરાઈ છે.

સરકારશ્રીએ આ માર્ગના કી.મી. ૦/૦૦ થી ૧૯/૩૦૦ સુધીના રીસર્ફેસીંગ અને મજબુતીકરણ કામ માટે રૂ. ૧૧૫૭.૬૩ લાખની વહીવટી મંજૂરી તા. ૦૫/૦૩/૨૦૨૪ના રોજ મંજૂર કરી હતી. માર્ગની સાંકળ કી.મી. ૮/૧૩૦ થી ૧૯/૩૦૦ વચ્ચે હયાત ૧૦.૦૦ મીટરની પહોળાઈમાં આ કામ હાથ ધરવામાં આવ્યું છે.

આ કામગીરીનો વર્ક ઓર્ડર “માર્ગ અને મકાન વિભાગ, પાટણ” દ્વારા ઇજારદારશ્રી સરસ્વતી કન્સ્ટ્રકશન કો. મુ. રાધનપુરને તા. ૧૯/૦૫/૨૦૨૫ના રોજ એનાયત કરવામાં આવ્યો હતો. હાલમાં કામ પ્રગતિ પથ પર છે અને ગુણવત્તાસભર રીતે કામગીરી પૂર્ણ કરવા વિભાગ પ્રતિબદ્ધ છે.

સરહદી વિસ્તારના આ માર્ગ દ્વારા ઉદ્યોગ, સોલાર એનર્જી પ્રોજેક્ટ તથા ગ્રામ્ય પરિવહન વ્યવસ્થાને સીધી અસર થતી હોવાથી આ કાર્યથી સ્થાનિક નાગરિકો, ઉદ્યોગો તથા વાહનચાલકોને મોટી રાહત મળશે.

આ માર્ગના વિકાસથી નીચેના મહત્વપૂર્ણ લાભ થવાની આશા છે

1. સુરક્ષિત મુસાફરી: માર્ગની નવી સપાટી અને મજબૂતીકરણથી અકસ્માતોના જોખમમાં ઘટાડો થશે.

2. આર્થિક વિકાસ: સુધારેલા માર્ગથી વેપાર અને પરિવહન પ્રવૃત્તિઓમાં વધારો થશે, જે સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન આપશે.

3. રોજગારીની તકો: માર્ગ નિર્માણ અને જાળવણી દરમિયાન સ્થાનિકોને રોજગારીના અવસર મળશે.

4. સમય અને ઇંધણની બચત: માર્ગની સમતલ સપાટીથી મુસાફરી ઝડપી અને ખર્ચ અસરકારક બનશે.

5. સ્થાનિક સુવિધાઓમાં સુધારો: આ માર્ગના વિકાસથી શિક્ષણ, આરોગ્ય અને અન્ય સુવિધાઓ સુધી લોકોની સરળ પહોંચ વધશે.

આ રીતે, રાજ્ય સરકાર અને માર્ગ અને મકાન વિભાગના સંયુક્ત પ્રયત્નોથી સાંતલપુર તાલુકાના આ મહત્વપૂર્ણ માર્ગના વિકાસથી વિસ્તારના સામાજિક તથા આર્થિક વિકાસને નવો વેગ મળશે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!