વિદ્યાર્થીઓને પાણી આપો પાણી આપો ના નારા સાથે ગુજરાત યુનિવર્સિટીમાં NSUIના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પાણી આપવાની માંગ સાથે NSUIએ કેમ્પસમાં માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત યુનિવર્સિટીની ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી પાણી ના મળતું હોવાનો આક્ષેપ NSUI દ્વારા કરવામાં આવ્યો હતો. કુલપતિએ બે મહિનામાં પાણીની સમસ્યા દૂર કરવાની ખાતરી આપતા NSUI ના કાર્યકર્તાઓએ ઉશ્કેરાયા હતા. કુલપતિની ઓફિસમાં હલ્લાબોલ કરતા પોલીસ દ્વારા ટીંગાટોળી કરી NSUI ના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. તેમજ હોસ્ટેલમાં પાણીની સમસ્યાને લઈને કુલપતિ લૂલો બચાવ કરતા જોવા મળ્યા હતા. હોસ્ટેલમાં રાત્રે 9 થી સવારે 6 દરમિયાન પાણી ન મળતું હોવાની રજૂઆત
ગુજરાત યુનિવર્સિટીની ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી પાણી આપવામાં આવતું નથી. જેમાં કારણે વિદ્યાર્થીઓએ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી પાણી માટે વલખાં મારવા પડે છે. જેને લઈને 24 કલાક પાણી આપવાની માંગ સાથે NSUI દ્વારા માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં જ પાણી ભરેલા માટલા ફોડી દેખાવો કર્યો હતો. તેમજ માટલા લઈને NSUIના કાર્યકર્તાઓએ કુલપતિ ઓફિસ પહોંચી ગયા હતા. ખાલી માટલા લઈ કુલપતિની ઓફિસમાં વિરોધ પ્રદર્શન
યુનિવર્સિટી કેમ્પસમાં માટલા ફોડી NSUIના કાર્યકર્તાઓએ કુલપતિની ઓફિસમાં હલ્લાબોલ કર્યો હતો. 24 કલાક વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પૂરતું પાણી આપવાની માંગ કુલપતિ સમક્ષ કરવામાં આવી હતી. જે દરમિયાન કુલપતિ દ્વારા બે મહિનામાં પૂરતા પાણીની વ્યવસ્થા કરવાની ખાતરી આપતા NSUI ના કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા. તેમજ કુલપતિની ઓફિસમાં હલ્લાબોલ કર્યો હતો. જે દરમિયાન પોલીસ સાથે NSUIના કાર્યકર્તાઓની ઝપાઝપી પણ થઈ હતી. જેથી પોલીસે વિરોધ કરી રહેલા NSUIના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને ઓફિસમાંથી બહાર કાઢ્યા હતા. છતાં પણ કેટલાક NSUIના કાર્યકર્તાઓએ ઓફિસમાં આવી વિરોધ કરતા કુલપતિએ ખુરશીમાંથી ઊભા થઈ મોઢું ફેરવી દીધું હતું. જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું- વિક્રમસિંહ ગોહિલ
વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગર્લ્સ હોસ્ટેલ અને બોયઝ હોસ્ટેલમાં રાત્રે 9 વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી પાણી આપવામાં આવતું નથી. જેથી પાણીની સમસ્યાને લઈને આજે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કુલપતિને શરમ આવવી જોઈએ કે બે મહિના પછી પાણી ચાલુ કરાવવાની વાતો કરે છે. શું ફૂલપતિ ના ઘરે એક દિવસ પાણી નહીં આવે તો કુલપતિ ચલાવી લેશે ? પીવાનો અને નાહવા માટેનું પાણી આપવામાં પણ કુલપતિ નિષ્ફળ ગયા છે. તેમજ ફૂલપતિ કરોડો રૂપિયા અન્ય જગ્યાએ વાપરવામાં વ્યસ્ત છે. જ્યાં સુધી પાણી આપવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું. જો પુલ પતિના ઘરે એક દિવસ પણ પાણી ન આવે તો પછી એસ્ટેટ વિભાગના અધિકારીઓને દોડતા કરી દે છે. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પાણીનો મળતો હોવાથી જોઈએ. થોડા સમયમાં 24 કલાક પાણીની વ્યવસ્થા કરાશે
વર્ષોથી યુનિવર્સિટી કેમ્પસમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી પાણી ન અપાતું હોવાનો સ્વીકાર કરી કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, સમગ્ર કેમ્પસમાં આખી રાત પાણી બંધ હોય છે. મ્યુનિસિપલની પાણીની જે વ્યવસ્થા છે તે પ્રમાણે જ ટાંકીમાં પાણી રાખતા હોઈએ છીએ. બીજી ટાંકી માટે પરવાનગી લેવામાં આવી ગઈ છે. જેથી ત્યાં સુધી પાણીની વ્યવસ્થા જણાવવી પડે છે. શિયાળામાં ગરમ પાણી માટે સોલારના ઓર્ડર કરવામાં આવી ગયા છે. સોલર હીટર લાગે ત્યાં સુધી અન્ય વ્યવસ્થા કરવામાં આવી છે. તગારામાં ગરમ કરીને પાણી આપવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં ગીઝર રાખવામાં આવે તો નવા મીટર લગાવવા પડે. અમે ફી વધારવા માંગતા નથી જેથી વિદ્યાર્થીઓને ગીઝર રાખવા દેતા નથી. વિદ્યાર્થીઓ માટે 24 કલાક પાણીની જલદી વ્યવસ્થા કરવામાં આવશે.