રેવન્યું ગુરુ રમણીકભાઈ નો હેતુ એવો છે કે જમીન અત્યારે કિંમતી બનતી જાય છે અને આપણાં ખેતીપ્રધાન ભારત દેશમાં જગતનો તાત (પિતા) એવો ખેતીનો માલિક ખેડૂત રેવન્યું કાયદામાં અટવાઈ રહેલો છે.

એવા સમયમાં ખેડૂતોના ખરા રાહબર બની, ખેડૂત પોતે પોતાના વકીલ બને, અને દરેક ખેડૂતને પોતાની જમીનનું લખાણ હોય, રસ્તા, પાણીના હલાણ, કુવા, દારના પાણીના હકના સમજદારીપૂર્વક ૬ નંબરના હક-પત્રકમાં લખાણ હોય તો વર્તમાન તેમજ ભવિષ્યમાં કજીયાના થાય કારણ કે ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે. માટે ખેડૂતો પાસે સાચી માહિતી હશે તો ખોટા – કજીયા ઘટશે.અને સર્વે ભવનમાં અધિકારીઓ પણ થોડા ફ્રી રહેશે, અને ખેડૂતો ખેતીમાં ધ્યાન આપશે તો બીજા કાંઈ દેશહિતના સારા વિચારો કરી શકશે..તે ઉપરાંત વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે હું ખેડૂતોને કજીયા નથી શીખવાડતો, ખેડૂત ચોખ્ખા કામ કરતો થાય અને ભવિષ્યમાં શેઢા-પાળા કે ભાઈ કે ભાઈઓ કે પાડોશી સાથે કજીયા દૂર થાય અને જે આપણું નથી તે ક્યારેય પણ આપણું થવાનું નથી. માટે ખોટી લાલચમાં આવવું નહિ. નિષ્ઠા અને તટસ્થતાથી તેમજ ન્યાયીક રીતે આગળ વધવા જણાવે છે, તેમજ કુવા બોરના સોગંદનામા, હકકપત્રક, પાણીના ભાગ, પાઇપલાઇન, બોજો ગીરો મુકતી, પેઢીનામું, વારસાઈ, ગ્રામ પંચાયત કચેરીથી થતા કામો, મામલતદાર ઓફિસે થતા કામો અને સર્વે ભવનમાં થતા કામો અને અરજી કેમ કરવી, કેવી રીતે રેકર્ડ સુધારણા કરાવવી વગેરે ઉપર વિસ્તૃત માહિતી આપી રહ્યા છે.તેમજ ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ અને રીપોર્ટર ભાનુભાઈ પાનશેરીયાએ તાલીમ કેમ્પમાં આવેલા તમામ ખેડૂતો અને વકીલશ્રી સર્વો ભાઈઓને ઉનાળામાં હિટવેવ ની અસર થઈ રહેલ છે. તેમાંથી બચવા બધા તાલીમાર્થીઓને પાંચ-પાંચ વૃક્ષો ઉછેરવા અને સગા, સબંધી અને મિત્ર સર્કલને જણાવી અનુરોધ કરવા જણાવ્યું હતું. તો જ ધરતી ઉપર ગરમી ઓછી થશે.અને હરીયાળી વધશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
