વંગથી ડાડોર અને વિગોડી એપ્રોચ રોડની કામગીરી પ્રગતિમાં
![]()
![]()
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના મુજબ જિલ્લાઓમાં રોડ રસ્તાની રિસર્ફેસિંગ અને સમારકામની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે, ત્યારે માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ ભુજ દ્વારા ૪.૦૦ કિમીના વંગથી ડાડોર રોડના રિસર્ફેસિંગ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રૂ. ૧૨૨ લાખના ખર્ચે થતું આ કામ પૂર્ણ થતાં ગ્રામ્ય વિસ્તારોને વધુ સુવિધાજનક અને સુરક્ષિત વાહનવ્યવહારનો લાભ મળશે. આ સાથે નખત્રાણા તાલુકાના ૩.૦૦ કિમીના વિગોડી એપ્રોચ રોડના રિસર્ફેસિંગનું કાર્ય ઝડપથી પૂર્ણ કરવામાં આવ્યું છે. અંદાજિત રૂ. ૮૩ લાખના ખર્ચે થતું આ કામ પૂર્ણ થતાં સ્થાનિક લોકોની દૈનિક અવરજવર સરળ બનશે. સરકાર દ્વારા લોકોની સુવિધાને પ્રાથમિકતા આપીને કરવામાં આવતી આ કામગીરી માટે ગ્રામજનોએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ

