રાજ્યમાં સામાન્ય નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોનો સ્થાનિક કક્ષાએ જ ઝડપી અને અસરકારક નિકાલ થાય તે માટે ગુજરાતના પોલીસ વડા (DGP) જી.એસ. મલિકે એક મહત્વપૂર્ણ કચેરી હુકમ જાહેર કર્યો છે. આ ઐતિહાસિક નિર્ણય હેઠળ હવે રાજ્યના તમામ પોલીસ કમિશનરથી લઈને પોલીસ સ્ટેશનના PI કક્ષાના અધિકારીઓએ દરરોજ ફરજિયાત 2 કલાકનો સમય નાગરિકોના પ્રશ્નો સાંભળવા માટે ફાળવવો પડશે. આ હુકમનો મુખ્ય હેતુ એ છે કે અરજદારોને ન્યાય મેળવવા માટે ગાંધીનગર સ્થિત DGP કચેરી કે સચિવાલય સુધી ધક્કા ન ખાવા પડે. ઉચ્ચ અધિકારીઓ બપોરે 12થી 2 વાગ્યે કચેરીમાં હાજર રહેશે
નવી ગોઠવાયેલી વ્યવસ્થા મુજબ, રાજ્યના તમામ પોલીસ કમિશનર, સંયુક્ત, અધિક, નાયબ અને મદદનીશ પોલીસ કમિશનર (DCP/ACP), રેન્જ IG તથા જિલ્લા પોલીસ વડા (SP) કક્ષાના તમામ ઉચ્ચ અધિકારીઓ દરરોજ બપોરે 12:00થી 02:00 વાગ્યા સુધી ફરજિયાત પોતાની કચેરીમાં હાજર રહીને મુલાકાતીઓને સાંભળશે. જો કોઈ અનિવાર્ય કારણસર મુખ્ય અધિકારી હાજર ન હોય, તો કચેરીના વરિષ્ઠ અધિકારી અથવા રીડર અરજદારોની રજૂઆતો સ્વીકારી તેને પ્રાથમિકતાના ધોરણે નિકાલ માટે આગળ વધારશે. PI સાંજે 4થી 6 વાગ્યે કચેરીમાં હાજર રહેશે
બીજી તરફ, પોલીસ સ્ટેશન સ્તરે PI અને થાણા અમલદારો માટે સાંજે 4થી 6 વાગ્યાનો સમય નક્કી કરાયો છે. આ સમયગાળા દરમિયાન તેઓએ પોલીસ સ્ટેશનમાં હાજર રહી નાગરિકોની ફરિયાદો સાંભળવી અને જરૂરી કાર્યવાહી શરૂ કરવી રહેશે. પોલીસ વિભાગનું માનવું છે કે, આ વ્યવસ્થાથી સામાન્ય નાગરિકોને નાના-મોટા પ્રશ્નોના ઉકેલ માટે ઉચ્ચ કચેરીઓના ચક્કર કાપવાની જરૂર રહેશે નહીં. અરજીઓના નિકાલ માટે કડક ડેડલાઇન
DGPના આદેશ મુજબ અરજીઓના નિકાલ માટે પણ કડક સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. આર્થિક ગુનાઓ, વૈવાહિક અને પારિવારિક વિવાદો, તબીબી બેદરકારી તેમજ ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદોનો નિકાલ વધુમાં વધુ 6 અઠવાડિયામાં કરવો પડશે. જ્યારે અન્ય તમામ પ્રકારની સામાન્ય અરજીઓનો નિકાલ 15 દિવસની અંદર લાવવાનો રહેશે. દરેક કચેરીમાં વિશેષ રજિસ્ટર લખાશે, ગુનો જણાશે તો તાત્કાલિક FIR નોંધાશે
વહીવટી પારદર્શિતા જળવાઈ રહે તે માટે દરેક કચેરીમાં અરજદારોની વિગતો નોંધવા વિશેષ રજિસ્ટર રાખવાની સૂચના પણ આપવામાં આવી છે. ઉપરાંત, કોઈ અરજીની પ્રાથમિક તપાસ દરમિયાન સંજ્ઞેય ગુનો બન્યો હોવાનું સામે આવે તો તાત્કાલિક FIR નોંધવાની અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની ફરજિયાત સૂચના આપવામાં આવી છે. DGP જી.એસ. મલિકે તમામ અધિકારીઓને દરેક અરજીની તપાસ તટસ્થતા અને ન્યાયસંગત રીતે થાય તેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું છે.