સાંતલપુર તાલુકામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તંગી, પાક નિષ્ફળ જવાની ભીતિ
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ફરી એકવાર નર્મદા નિગમની બેદરકારી બહાર આવી છે.
સાતલપુર તાલુકાના કોરડા, ડાભી, ઉનરોટ, ડાલડી, બામરોલી અને જામવાળા ગામોને સિંચાઈ માટે જીવનદાયી પાણી પૂરું પાડતી બામરોલી ડિસ્ટ્રિક્ટ કેનાલની સમયસર સફાઈ ન થતાં ખેડૂતો વચ્ચે ભારે રોષ ફેલાયો છે.
શિયાળાની સિઝનના મધ્યમાં કેનાલમાં પુરતું પાણી ન મળતાં હજારો હેક્ટર વિસ્તારના પાકને સુકાવાનો ખતરો મંડાઈ રહ્યો છે.
દર વર્ષે ટેન્ડર છતાં કેનાલનું કામ અધૂરું – ખેડૂતોના ગંભીર આક્ષેપ
નર્મદા નિગમ દ્વારા દર વર્ષે ટેન્ડર પાથરી કેનાલની સફાઈ અને રીપેરીંગ માટે લાખો રૂપિયાની કામગીરી સોંપવામાં આવે છે.
પરંતુ સ્થળ પર વાસ્તવિકતા એ છે કે, કેનાલમાં સફાઈનું કામ માત્ર કાગળ પર પૂરું થાય છે.
આ વર્ષે પણ નર્મદા નિગમની ક્રેન દ્વારા બામરોલી ડિસ્ટ્રિક્ટ કેનાલની સફાઈ અધૂરી રાખવામાં આવી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે.
કેનાલમાં વર્ષોથી જમા થતી ગાદા દૂર ન થતા પાણીનો વહેવાર અટવાઈ ગયો છે.
બીજી તરફ કેનાલમાં પાણી છોડવાની માત્રા પણ પૂરતી ન હોવાથી દૂર–દૂર સુધી સિંચાઈ અટકી ગઈ છે.
પરિણામે ડાભી, ડાલડી, બામરોલી, ઉનરોટ અને જામવાળા ગામોના ખેડૂતોને પોતાના પાક બચાવવા કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.
હજારો હેક્ટરમાં વાવેતર – અનેક પાક જોખમમાં
આ વિસ્તારમાં ખેડૂતો દ્વારા શિયાળાની સિઝનમાં એરંડા, તલ, જીરૂ,, રાયડો, ધાણા ચણા અને બટાકા જેવા અનેક પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. સિઝનના મધ્યમાં પાણીની કપરી તંગી ઉભી થતા હજારો હેક્ટર વિસ્તારમાં ઉભેલા પાકો સુકાઈ જવાના આરે છે.
ચોમાસું વરસાદ અત્યંત ઓછું પડ્યું હતું, જેના કારણે ખેડૂતો શિયાળાના પાક પર સંપૂર્ણ રીતે નિર્ભર રહ્યા હતા. પણ હવે શિયાળાની સિંચાઈ માટે જરૂરી નર્મદા કેનાલનું પાણી ન મળતાં ખેડૂતો નિરાશ થઇ રહ્યા છે.
કેનાલની સફાઈ માટે ખેડૂતો જાતે ઉતર્યા – શ્રમયજ્ઞ શરૂ
સરકારી વિભાગોની બેદરકારીથી ત્રસ્ત ખેડૂતો હવે પોતાના જ બળ પર નિર્ભર બન્યા છે.
કેનાલની સાફ–સફાઈ માટે ખેડૂતો સમૂહમાં એકત્રિત થઈ રોજગારી છોડીને કેનાલમાં ઉતરી ગાદા દૂર કરી રહ્યા છે.
કેનાલનો વહેવાર સુગમ બને અને ઓછામાં ઓછું પાણી પાક સુધી પહોંચે તે માટે ખેડૂતોનો ‘શ્રમયજ્ઞ’ ચાલું છે.
ખેડૂતોનું કહેવું છે કે,
“અમારા ગામોમાં ખેતી કેનાલના પાણી વિના શક્ય નથી. પરંતુ નર્મદા નિગમ સમયસર સફાઈ નથી કરતું અને પાણી પણ પૂરતું છોડતું નથી. પાક બગડવાની શક્યતા સામે હવે અમે જ કામ કરી રહ્યા છીએ.”
અધિકારીઓની મનમાનીથી ખેડૂતોમાં રોષ
સ્થાનિક ખેડૂતો મુજબ, રાધનપુર નર્મદા નિગમના અધિકારીઓની મનમાની અને બેદરકારીના કારણે દર વર્ષે આવી સમસ્યાઓ ઊભી થાય છે.
વારંવાર રજૂઆતો છતા કોઈ સકારાત્મક પગલું ન લેવાતું હોવાનો પણ આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે.
ખેડૂતોની માગ છે કે:
બામરોલી ડિસ્ટ્રિક્ટ કેનાલની તાત્કાલિક સંપૂર્ણ સફાઈ કરાવવામાં આવે
કેનાલમાં પૂરતું પાણી નિયમિત સમયાંતરે છોડવામાં આવે
ગ્રામ્ય વિસ્તારોને સિંચાઈ માટે સ્થાયી યોજના બનાવવામાં આવે
નર્મદા નિગમની કામગીરી પર કડક દેખરેખ રાખી જવાબદારી નક્કી કરવામાં આવે
પરિસ્થિતિ ગંભીર – પાકને મોટું નુકસાનડવામા, શિયાળું પણ શ્કેલ બની જશે.”
સાતલપુર તાલુકાના લગભગ 8થી 10 ગામોના ખેડૂતો હાલમાં પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

