વડોદરાઅમદાવાદના વોન્ટેડ આરોપીએ તાંત્રિક વિધિના બહાને વડોદરાની ત્રણ વ્યક્તિઓ પાસેથી દાગીના લઇ સોની પાસે ગીરવે મૂકી દઇ છેતરપિંડી કરી હતી. જે અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
વાઘોડિયા રોડની રાધે રત્નમ સોસાયટીમાં રહેતા કૃમિલ ભરતકુમાર ગાંધીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારૃં બીજું મકાન હરણી રોડ વિજય નગર સોસાયટીમાં છે. તે મકાન અમે હિતેશભાઇ ઉર્ફે યાજ્ઞિાક ઉર્ફે ઘનશ્યામ મહારાજને ભાડે આપ્યું હતું. તેઓ તેમના પત્ની સાથે રહેતા હતા. તેમની સાથે અવારનવાર વાતો થતી હતી.
Source permalink: https://www.gujaratsamachar.com/news/gujarat/wanted-accused-snatches-jewelry-on-the-pretext-of-tantric-ritual-52977264662.html
