પાટણ પોલીસ અધિક્ષકશ્રી, વી.કે. નાથી સાહેબ, પાટણનાઓ તરફથી પાટણ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “નકલી (બોગસ)ડોકટર” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા એસ.ઓ.જી.પો.ઇન્સ જે.જી.સોલંકી પાટણનાઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી પાટણના પોલીસ કર્મચારીઓ કાકોશી પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે મોજે કુવારા ગામના મહાદેવના મંદિરની સામે આવેલ દુકાનોમાં એક શટરવાળી દુકાનમાં સુનીલભાઇ ભીખાજી ઠાકોર રહે-કુવારા તા.સિધ્ધપુર જી.પાટણવાળા કોઇ પણ જાતની મેડીકલ ડોકટર ડીગ્રી મેળવ્યા સિવાય અને લાયસન્સ ધરાવતા નહીં હોવા છતાં મેડીકલ પ્રેકટીશ કરે છે અને બીમાર લોકોને તપાસી દવા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થય સાથે બેદરકારી ભર્યુ કૃત્ય કરે છે. જેની તપાસ કરતા ઇન્જેકશનો, દવાઓ, મેડીકલ સાધનો મળી કિ.રૂ. ૧૯૦૨.૪૯ /- ના મુદ્દામાલ સાથે ઇસમની ધરપકડ કરી બી.એન.એસ-૨૦૨૩ની કલમ-૩૧૯(૨) તથા મેડીકલ પ્રેક્ટીસનર એકટ કલમ ૩૦ મુજબનો ગુન્હો કરેલ હોય તેઓના સામે ગુન્હો કાકોશી પો.સ્ટે. ખાતે રજીસ્ટર કરાવવામાં આવેલ છે. જેની આગળની તપાસ કાકોશી પોલીસ ચલાવી રહેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગતઃ-

(૧) સોમાજી ઉર્ફે સુનીલભાઇ ભીખાજી બબાજી ઠાકોર રહે-કુવારા તા.સિધ્ધપુર જી.પાટણ

કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-

(૧) ઇન્જેકશનો, દવાઓ, મેડીકલ સાધનો મળી કુલ કિ.રૂ. ૧૯૦૨.૪૯ /-

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!