બનાસકાંઠા જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા છાત્ર સન્માન સમારોહ તથા ગુરુ ગરીમા શિબિરનું આયોજન થયું

શ્રી સરસ્વતી આર્ટસ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ લિબોઈ વડગામ ખાતે કાર્યક્રમ યોજાયો
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અંતર્ગત દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય શાંતિકુંજ હરિદ્વાર દ્વારા દર વર્ષ સમગ્ર દેશમાં વિવિધ ભાષામાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા નું આયોજન થાય છે જેમાં સમગ્ર ગુજરાતમાં પણ આ પરીક્ષાનું આયોજન થયું હતું ત્યારે બનાસકાંઠા જિલ્લામાંથી દરેક તાલુકાની શાળા કોલેજો માંથી અનેક વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી જેમાં શાળા કક્ષાએથી તાલુકા લેવલ માં કુલ બે વિદ્યાર્થીઓ ને ધોરણ ૫ થી કોલેજ સ્તર સુધી પ્રથમ બે નંબર આપવામાં આવ્યા હતા જે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રવિવાર ના રોજ ના શ્રી સરસ્વતી આર્ટસ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ લિબોઈ વડગામ ખાતે કાર્યક્રમ યોજાયો અને દરેક તાલુકા માંથી પ્રથમ બે આવનાર વિદ્યાર્થીઓની પૂનઃ મૂલ્યાંકન કસોટી નું આયોજન કરી જિલ્લા સ્તરે ધોરણ ૫ થી ૧૨ અને કોલેજ કક્ષાના વિભાગમાંથી પ્રથમ બે આવનાર વિદ્યાર્થીઓના નામ ઘોષિત કરી તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં બનાસકાંઠા જિલ્લા સ્તરે ધોરણ ૫ માં પ્રથમ સ્થાને કિશન લેબજીભાઇ મકવાણા ભેગડીયાવાસ પ્રાથમિક શાળા દામા દ્વિતીય સ્થાને વિયાન મોતીભાઈ લોહ શ્રીમતિ હેતીબેન ર.ક કાથરોટીયા પ્રા શાળા પાલનપુર જ્યારે ધોરણ ૬ માં પ્રથમ સ્થાન સિદ્ધાર્થ બાબુભાઈ રબારી એન્જલ્સ હાઇસ્કૂલ ગુજરાતી માધ્યમ ડીસા દ્વિતીય સ્થાને મંત્ર જીમીતકુમાર રાવલ કેળવણી મંડળ સંચાલિત પ્રા શાળા ગોળા જ્યારે ધોરણ ૭ માં પ્રથમ સ્થાને સાનિધ્ય બેચરભાઈ ચૌધરી એન્જલ્સ સ્કૂલ ગુજરાતી માધ્યમ ડીસા દ્વિતીય સ્થાને પ્રતિકભાઇ રાયમલભાઈ નાયી મોરીખા પ્રાથમિક શાળા જ્યારે ધોરણ ૮ માં પ્રથમ સ્થાને જીયા હર્ષદકુમાર દવે શ્રી બી એલ પરીખ એચ.આર મહેતા આશ્રમશાળા દલપુરા દાંતા દ્વિતીય સ્થાને ભુમિકા અશોકજી ઠાકોર વડલી ફોર્મ પ્રા શાળા ડીસા જ્યારે ધોરણ ૯ માં પ્રથમ સ્થાને અંજલીબેન અશોકજી ઠાકોર સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા જોરાપુરા દ્વિતીય સ્થાને નયનાબેન નાનજીભાઈ ઠાકોર સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ઓઢા જ્યારે ધોરણ ૧૦ માં પ્રથમ સ્થાને પ્રિયંકા ભરતભાઈ ડાલવાણીયા સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ ડીસા દ્વિતીય સ્થાને મૌલિકકુમાર અરવિંદભાઈ ઉપાધ્યાય એસવી કિડ્સ ઇંગ્લિશ સ્કૂલ થરાદ જ્યારે ધોરણ ૧૧ માં પ્રથમ સ્થાને રવિના દશરથભાઈ સુથાર મહંત શ્રી કેડી આદર્શ હાઇસ્કુલ રામપુરા દ્વિતીય સ્થાને સીતાબેન નાગજીભાઈ દેઉ ડી એન જે આદર્શ હાઇસ્કુલ ડીસા જ્યારે ધોરણ 12 માં પ્રથમ સ્થાને દીપિકા પ્રહલાદભાઈ રાઠોડ એકે માધ્યમિક શાળા દામા દ્વિતીય સ્થાને કવિતાબેન મણીરામભાઈ જોશી આનંદ પ્રકાશ વિદ્યાલય થરાદ જ્યારે કોલેજમાં મહાવિદ્યાલય સંસ્કૃત દર્પણમાં પ્રથમ સ્થાને ધરાબેન રામચંદ્રભાઈ પ્રજાપતિ ડી એન પી આર્ટ્સ એન્ડ કોમર્સ કોમર્સ કોલેજ ડીસા દ્વિતીય સ્થાને દક્ષ જયપ્રકાશ રાવત શ્રી આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ પાલનપુર જ્યારે કોલેજ મહાવિદ્યાલય માં સંસ્કૃત ભાસ્કરમાં પ્રથમ સ્થાને દક્ષાબેન શૈલેષભાઈ પરમાર ડી એન પી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસા દ્વિતીય સ્થાને ચંદ્રિકાબેન ગણપતજી ઠાકોર ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસા એ મેળવ્યું હતું
આ કાર્યક્રમમાં જેમાં મુખ્ય અતિથિ તરીકે મંદારસિંહ હડીયોલ, પ્રમુખશ્રી રાજપૂત કેવળની સહાયક મંડળ, કાળુજી દલાજી સોલંકી ઉપપ્રમુખ રાજપૂત કેળવણી સહાયક મંડળ, એલએસ મેવાડા આચાર્ય સરસ્વતી આર્ટ્સ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ લીંબોઇ, જયંતીભાઈ ઓઝા ગાયત્રી પરિવાર કર્મઠ કાર્યકર મહેસાણા, ગીરીશભાઈ ડી પટેલ સંયોજક ગાયત્રી પરિવાર મહેસાણા ઉપઝોન, ચંદ્રકાંતભાઈ કે ત્રિવેદી જિલ્લા સંયોજક બનાસકાંઠા ગાયત્રી પરિવાર, શ્રીમતી ઉર્વિશાબા ચાવડા આચાર્ય સરસ્વતી કન્યા વિદ્યાલય, કાનજીભાઈ પટેલ નિયામક શ્રી ગેલેક્સી વડગામ, વર્ષાબેન અરવિંદભાઈ બારોટ સરપંચ લીંબોઇ ગ્રામ પંચાયત સહિત અનેક મહાનુભાવો ની ઉપસ્થિતિ રહી હતી
આ પ્રસંગે વિજેતા વિદ્યાર્થીઓને પાણી ની બોટલ લંચ બોકસ અને થેલો સહિત વિવિધ મોમેન્ટોની ભેટ આપી હતી આ ઉપરાંત જિલ્લા અને તાલુકા માં સૌથી વધુ વિદ્યાર્થીઓ ને પરીક્ષા માં બેસાડનાર શાળાઓના શિક્ષકોનું પણ સન્માન કરાયું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો એ પોતાના વ્યક્તવ્ય માં બાળકોના નૈતિકતાના મૂલ્યો પર તે જાગૃતતા કેળવી દરેક ક્ષેત્રમાં ઝઝુમવા અંગે ની પ્રેરણા આપી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો આ પ્રસંગે આમંત્રિત બાળકો શિક્ષકો આચાર્ય સંયોજકો તેમજ મહેમાનોને ચા નાસ્તો અને ભોજન પ્રસાદ ગ્રહણ કર્યું હતું જેમાં બનાસકાંઠા જીલ્લાના તમામ પરીજનો અને શ્રી સરસ્વતી આર્ટસ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ લિબોઈ નો સહયોગ મળ્યો હતો
આ પરીક્ષામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓનું જે તે શાળાઓ તેમજ તેમના આચાર્ય અને સહયોગી શિક્ષકોના સાથ સહકાર બદલ બનાસકાંઠા જિલ્લા ગાયત્રી પરિવાર હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા
The Gujarat Live News અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર વાવ થરાદ
