SPG રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલના અઘ્યક્ષસ્થાને બેચરાજી તાલુકાના ગણેશપુરા(ગાંભુ) ગામે શ્રી સરદાર પટેલ સેવાદળ–SPG ગ્રુપ દ્વારા લગ્ન નોંધણીના કાયદામાં તાત્કાલિક સુધારા લાવવા,મૈત્રી કરાર જેવો કાયદો તાત્કાલીક રદ કરવો અને વધતા જતા ખોટા તથા ભાગેડુ લગ્નોના પર્દાફાશ કરવા માટે SPG હોદેદારો,રાજકીય/સમાજના આગેવાનો અને બેચરાજી તાલુકાના 25 ગામના હજારો ભાઈઓ/બહેનોની જનમેદની સાથે ભવ્ય મહાસંમેલન યોજાયું.

આ મહાસંમેલનમાં સમાજને ન્યાય મળે તે હેતુથી લાલજીભાઈ પટેલ દ્વારા સરકારશ્રીને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો કે હવે માત્ર જાહેરાત નહીં પરંતુ કાયદામાં તાત્કાલિક અને અસરકારક સુધારો લાવવામાં આવે.

સરકાર દ્વારા મીડિયાના માધ્યમથી થોડા દિવસ લગ્ન નોંધણી કાયદો સુધારો કરવાની જે વાત છે તે હાલ પૂરતી SPG માટે લોલીપોપ સમાન છે.

ગુજરાતમાં ખોટી રીતે થયેલા હજારો લગ્ન નોંધણીના અનેક કિસ્સાઓ મીડિયા સમક્ષ જાહેર કરીને તંત્રની બેદરકારી સામે સવાલ ઊભા કરવામાં આવ્યા અને આવનારા સમયમાં હજુ પણ અનેક વિસ્તારના હજારો ખોટા લગ્નોની માહિતી મીડિયા સમક્ષ મૂકવામાં આવશે અને દીકરીઓના ભવિષ્ય, પરિવારની સુરક્ષા તથા સમાજના હિત માટે કાયદો બદલાવની સ્પષ્ટ માગણી કરવામાં આવી.

આગામી સમયમાં SPG ના નેજા હેઠળ સર્વે સમાજની ટીમ દ્વારા ગુજરાતમાં દરેક જિલ્લામાં લગ્ન નોંધણી સુધારા અભિયાન માટે મોટા કાર્યક્રમો કરવામાં આવશે તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈ નક્કર પરિણામ નહીં આવે તો ગાંધીનગર અને અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે મહાસભા કરી આંદોલન કરવામાં આવશે.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!