આજરોજ અંજાર ખાતે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે અંજાર ખાતે એપીએમસી નજીક કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડ- સરહદ ડેરી દ્વારા નવનિર્મિત સરહદ ડેરી સર્કલનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજીભાઇ આર. હુંબલ એ પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતું. સરહદ ડેરી સર્કલ અંજારના વિકાસની સાથે શોભામાં વધારો કરશે તેમ તેઓએ જણાવ્યું હતું. સરહદ ડેરીના ડીરેક્ટરશ્રીઓએ રાજ્યમંત્રીશ્રીનું કચ્છી શાલ અને પાઘડીથી સન્માન કર્યું હતું.
આ કાર્યક્રમમાં અંજાર નગરપાલિકા પ્રમુખશ્રી વૈભવભાઈ કોડરાણી, નગરપાલિકા ઉપ પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન કે. બુધ્ધભટ્ટી, નગરપાલિકા કારોબારી ચેરમેનશ્રી પાર્થભાઈ કે. સોરઠિયા, અંજાર નગરપાલિકા દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર, અગ્રણીશ્રી દેવજીભાઇ વરચંદ, શ્રી હિતેનભાઈ વ્યાસ, શ્રી બી. એન. આહીર સહિતના આગેવાનશ્રીઓ અને સરહદ ડેરીના તમામ બોર્ડ ઓફ ડાયરેક્ટરશ્રીઓ અને કર્મચારીગણ, નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ
